તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ કથાકાર:સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ એકત્રિત કર્યા

સુરત24 દિવસ પહેલા
ભાવિકાએ અત્યારસુધીમાં 4 જેટલી રામકથા કરીને 50 લાખ જેટલી નિધિ એકત્ર કરી છે અને એને રામમંદિર નિધિ કોષમાં આપ્યા છે.
  • બાળ કથાકાર ભાવિકા ધોરણ 6ની વિદ્યાર્થિની છે
  • હજારોની સંખ્યામાં લોકો રામકથા સાંભળે છે

અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવા માટે રામમંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષની નાની દીકરીએ સુરતમાં 4 રામકથા કરીને 50 લાખ રૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે. આ સાથે તેણે લોકોને ફોળો આપવાની અપીલ કરી છે.

લોકડાઉનમાં ભગવદ્ગીતાના અધ્યયન બાદ રામકથાના વાંચનનો નિર્ણય કર્યો
ભવ્ય રામમંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામભક્તિની જે મિશાલ કાયમ કરી છે એ ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે. ધોરણ 6ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ગીતાનું અધ્યયન શરૂ કર્યું, ત્યાર બાદ રામાયણ પઠન કરતાં તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેને વિચાર્યું કે હવે રામમંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમરે રામકથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો.

આટલી નાની ઉંમરમાં આ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા છે.
આટલી નાની ઉંમરમાં આ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા છે.

રામકથા સાંભળી લોકો રામમંદિર માટે દાન આપે છે
ભાવિકા અત્યારસુધીમાં 4 જેટલી રામકથા કરીને 50 લાખ જેટલી નિધિ એકત્ર કરી છે અને એને રામમંદિર નિધિ કોષમાં આપ્યા છે. જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે. દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હોય અને આ કથા સાંભળ્યા બાદ તેઓ ભવ્ય રામમંદિર બનાવવા માટે આ કથામાં દાન આપી રહ્યા છે.

ભાવિકા મોબાઈલ એડિકશન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર છે
રાજેશ મહેશ્વરી (ભાવિકાના પિતા) એ જણાવ્યું હતું કે લોકો પોતપોતાની રીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી આટલી નાની ઉંમરમાં રામકથા કરવાનો વિચાર્યું હતું, જેથી તે પણ ભવ્ય રામમંદિર બનાવવા માટે પોતાનું યોગદાન આપી શકે; આ મારી માટે ગર્વની વાત છે. ધોરણ 6માં અભ્યાસ કરતી ભાવિકા મોબાઈલ એડિકશન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર પણ છે.

ભાવિકાએ અત્યારસુધીમાં 4 જેટલી રામકથા કરી છે.
ભાવિકાએ અત્યારસુધીમાં 4 જેટલી રામકથા કરી છે.

રામમંદિર ભારતનું રાષ્ટ્રમંદિર છેઃ ભાવિકા
11 વર્ષીય બાળ વ્યાસ ભાવિકાએ શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે રામમંદિર ભારતનું રાષ્ટ્રમંદિર છે. ભારતનો આત્મા ભગવાન રામમાં વસે છે. આજે જ્યારે સામાજિક માળખું વિખેરાય રહ્યું છે એવી સ્થિતિમાં રામાયણ જ આપણને યોગ્ય માર્ગ ચીંધી શકે છે, જેને પગલે આજે રામાયણના સંદેશની આપણને તાતી જરૂર છે. રામાયણના 7 કાંડ મનુષ્યના જીવનની પ્રગતિની સાત સીડી છે, જેનું વાંચન-મનન કરીને માનવી એક સારું જીવન વિતાવી શકે છે. આજે જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઇને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, એનેના પગલે ગુનાખોરી વધી રહી છે. રામાયણ કેવળ ધાર્મિક ગ્રંથ જ નથી, બલકે તે સમાજશાંતિ અને નીતિશાંતિનું મહાકાવ્ય છે. દુનિયાની આ પહેલી કહાણી છે, જેનાં બધાં જ પાત્રોએ સ્વયં પોતાના જીવનચરિત્રથી કેવી રીતે જીવન જીવવું જોઇએ એનું પ્રેકિટલ નોલેજ દુનિયાને આપ્યું.

જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે.
જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે.
રામમંદિર ભારતનું રાષ્ટ્રમંદિર છે. ભારતનો આત્મા ભગવાન રામમાં વસે છેઃ ભાવિકા.
રામમંદિર ભારતનું રાષ્ટ્રમંદિર છે. ભારતનો આત્મા ભગવાન રામમાં વસે છેઃ ભાવિકા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો