બોગસ બિલિંગ:21 બોગસ કંપનીના નામે 11 કરોડ પડાવનારાની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી નિલેશ ભાલાળાને કોર્ટમાં રજૂ કરતા 14 દિવસની કસ્ટડી

21 કંપનીના સહારે 11 કરોડનું બોગસ બિલિંગ કાંડ કરનાર આરોપીની જીએસટી વિભાગે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ચીફ કોર્ટે આરોપીને 14 દિવસની જયુ. કસ્ટડીમાં મોકલતો હુકમ કર્યો હતો.10 દિવસમાં બોગસ બિલિંગમાં આ બીજી ધરપકડ છે. જીએસટી વિભાગે ભીમરાડમાં રહેતા એલિવેટર્સ પેઢીના સંચાલક અને આ કેસના શકદાર આરોપી નિલેશ ભાલાળાની ધરપકડ કરી હતી. આરોપીએ કુલ 21 બોગસ પેઢી ઊભી કરી તેમાં ટ્રાન્ઝેકશન બતાવી 11 કરોડની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લીધી હતી. માત્ર બોગસ બિલિંગ ઇશ્યુ કરવાના કેસમાં હવે અધિકારીઓ તેનો લાભ લેનારાઓને શોધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...