ક્રાઇમ:ઘોડદોડના બંગલામાં ઘૂસણખોરીમાં પોલીસપુત્ર સહિત 11ની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓમાં 10 મહિલાઓનો પણ સમાવેશ

શહેરના નિવૃત પોલીસકર્મીના પુત્રે બુધવારે પરિવારની મહિલાઓ સાથે ઘોડદોડ રોડના બંગલામાં ઘૂસણખોરી કરી હતી. જેમાં પોલીસે પોલીસપુત્ર સહિત 10 મહિલા સામે રાયોટીંગનો ગુનો નોંધી ઘરપકડ કરી હતી. બુધવારે બપોરે પોલીસપુત્ર સંજય શીવરામ તિવારી તેના પરિવારની મહિલાઓ સાથે ઘોડદોડ રોડની આમકુંજ સોસાયટીમાં નીતાબેન મોદીની માલિકીના બંગલામાં તાળાં તોડી સામાન લઈ ઘુસી ગયા હતા. 3 કરોડના બંગલાનો પોલીસપુત્રેકબજો કરી લીધો હતો. જેના કારણે નીતાબેન મોદીએ કોર્ટમાં કેસ કર્યો હતો. બંગલાની માલિકીને લઈ બન્ને પક્ષોએ કોર્ટમાં કેસ કર્યો હતો.

જેમાં કોર્ટએ 16મી તારીખે પોલીસપુત્રને બંગલો ખાલી કરી દેવાનો હુકમ કર્યો હતો. ઘૂસણખોરી વખતે એક યુવક અને 4 મહિલાઓ પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી પીસીઆરનો દરવાજો ખોલી ભાગી ગયા હતા. જેને લઈ ઉમરા પોલીસના હે.કો.અમિત મેટાલીયાએ ફરિયાદ આપી છે. જેના આધારે ભાવના તિવારી(44), સંજુબેન તિવારી(48), રિયા શુક્લા, ધેર્ય તિવારી(ચારેય રહે,આમકુંજ સોસા,ઘોડદોડ રોડ) અને આશાબેન શુક્લા(40)(રહે,અલથાણ) સામે સરકારી કામમાં રૂકાવટનો બીજો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...