તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉધનામાં જુગારધામ ચલાવતા બિલ્ડર સહિત 11 પકડાયા

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડા 10.12 લાખની રકમ મળી આવી

ઉધનામાં કંસ્ટ્રક્શન સાઇટની ઓફિસમાં ધમધમતા જુગારની ક્લબ પર પીસીબીએ દરોડો પાડી બિલ્ડર દીપક સેવક સહિત 11 જુગારીઓને પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી રોકડા 10.12 લાખ અને 2 લાખના મોબાઇલ મળી કુલ 12.12 લાખની મતા કબજે કરાઈ હતી.

પીસીબીને બાતમી મળ‌ી હતી કે, ઉધનામાં સાઉથ ઝોનની બાજુમાં નવા બંધાતા સાહેબજી શોપર્સ કોમ્લેક્ષના ત્રીજા માળે જુગાર રમાય છે. પીસીબીએ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા બિલ્ડર દીપક સેવક (રહે. અશોકનગર, ગોકુલમ ડેરી સામે, ઉમરા), જમીન લે-વેચનું કામ કરતા ઉમેશ દરબાર (રહે. મોટાલા શેરી, મહિધરપુરા), જીએસટી કન્સલ્ટન્ટ પ્રવીણ સોનાવિયા (રહે. મોટી લાલવાડી, સગરામપુરા), શાક વિક્રેતા ગોપી મહાજન (રહે. વિવેકાનંદ સોસા., ચલથાણ બજાર), દીપક પવાર (રહે. મહાપ્રભુનગર લિંબાયત),ખેડુત હરીશ પટેલ (રહે. લુહાર સ્ટ્રીટ, પાલગામ, અડાજણ), દિનેશ ડાલિયા (રહે. શક્તિ સોસા., પુણાગામ), નિલેશ રાણા (રહે. આશીર્વાદ એપા., મોટી છીપવાડ, અઠવા), ખેડુત નવીન પટેલ (રહે. કુંભાર ફળિયું, વેસુ ગામ), જમીન લે-વેચનું કામ કરતા વિજય રવજી વ્હોરા (રહે. સાશ્વત રેસિડેન્સી, ઉધના) અને કારની દલાલીનું કામ કરતા અબ્દુલ રશીદ ઇબ્રાહિમ શેખ (રહે. મોમેડનવાડ, પાલ ગામ, અડાજણ)ની ધરપકડ કરી હતી. જે સાઇટ પર જુગાર રમાઈ રહ્યો હતો તે સાઇટ બિલ્ડર દીપક સેવક બનાવી રહ્યો છે.દીપક સેવક લાંબા સમયથી આ સ્થળે જુગારની ક્લબ ચલાવતો હતો. ઉધના PI એમ.વી. પટેલને આટલા મોટા ગોરખધંધાની ગંધ સુદ્ધા ન આવી તે આશ્ચર્ય પમાડે તેવી વાત છે. PI સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો