તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશંસનિય કામગીરી:બારડોલીથી સુરત સિવિલમાં લવાતી કોરોના પોઝિટિવ મહિલાની 108માં પ્રસૂતિ, EMTએ ચાલુ એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ અપાવ્યો

સુરતએક મહિનો પહેલા
પ્રસૂતાને ડિલિવરી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
  • બોરડોલીની સરકારી હોસ્પિટલમાંથી સુરત સિવિલમાં મહિલાને લવાતી હતી

બારડોલીથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાઈ રહેલી કોરોના પોઝિટિવ સગર્ભાની EMT એ ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. 108 એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપનાર વર્ષાની આ પહેલી પ્રસૂતિ હોવાનું પરિવારે જણાવ્યું છે. 9મા મહિને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા પરિવાર બારડોલી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા બાદ રિપોર્ટ આવ્યા વગર જ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી આખી રાત હોસ્પિટલમાં બેસાડી રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે.

રાત્રે બે વાગ્યે રિફર કરવાનું કહેવાયું
કલ્પેશ વસાવા (પ્રસૂતાના પતિ)એ જણાવ્યું હતું કે, લગ્નને એક જ વર્ષ થયું છે. અમે ખેડૂત છીએ. આખો દિવસ ખેતીમાં કામ કરીએ છીએ. રાત્રે સગર્ભા વર્ષાને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો હતો. ડેડીયાપાડાથી અમે વર્ષાને તાત્કાલિક બારડોલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. લોહીના સેમ્પલ લીધા બાદ વગર રીપોર્ટે ડોક્ટરોએ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી રાત્રે 2 વાગ્યાથી દાખલ કરી પરિવારને બેસાડી રાખ્યા હતાં. સવાર પડતા જ અમને 108માં સગર્ભા વર્ષા સાથે સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરી દીધા હતા.

કોરોનાગ્રસ્ત પ્રસૂતાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.
કોરોનાગ્રસ્ત પ્રસૂતાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.

ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવાઈ
વર્ષાને સુરત લાવતા જ ઓન રોડ 108માં વર્ષાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો સહન ન થતા 108ની EMTએ તાત્કાલિક ચાલુ એમ્બ્યુલનસે વર્ષાની પ્રસૂતિ કરાવી હતી. એમ કહી શકાય કે, બાળકીએ ચાલુ એમ્બ્યુલનસે જન્મ લીધો હતો. ત્યારબાદ માતા-પુત્રીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ખસેડાયા હતાં. જ્યાં તાત્કાલિક ગાયનેક વોર્ડમાં બન્નેને રીફર કર્યા બાદ 108ની ટીમ રવાના થઈ હતી. પરિવારે કહ્યું હતું કે, અમારા માટે 108 આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. વર્ષાએ 108માં બાળકીને નહિ લક્ષ્મીને જન્મ આપ્યો છે. અમે 108ની EMTના આભારી છીએ.

કોરોનાગ્રસ્ત પ્રસૂતાની સફળતા પૂર્વક ચાલુ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવાઈ હતી.
કોરોનાગ્રસ્ત પ્રસૂતાની સફળતા પૂર્વક ચાલુ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવાઈ હતી.

પીપીઈ કીટ પહેરી પ્રસૂતિ કરાવાઈ
108 એમ્બ્યુલન્સના ઈએમટી ટ્વિંકલ પટેલ અને પાયલોટ તેજસ કોલ મળતાં જ પ્રસૂતાને લઈને બારડોલીથી સુરત સિવિલ આવી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે પીપીઈ કીટ પહેરી જ રાખી હતી. જો કે, વર્ષાને પ્રસૂતિની સખત પીડા ઉપડી હોવાનું સામે આવતાં વધારે મોડું ન કરતાં પાયલોટ તેજસ ચૌધરીને જાણ કરીને ટ્વિંકલ પટેલે ચાલુ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો