સુરતમાં ફરી એક વખત 108 એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલા માટે સંજીવની સાબિત થઈ છે. એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં બે મહિલાઓની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં કરાવવાની ફરજ પડી હતી. જેમાં બંને મહિલાઓએ તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યા છે. એક મહિલાએ સ્વસ્થ બાળકને અને બીજી મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. 108ના કર્મી દ્વારા બંને મહિલા અને બાળકોને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
108 એમ્બ્યુલન્સમાં બાળકનો જન્મ
સુરતના અમરોલી વિસ્તારના સતાધાર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય મહિલા રીનાબેન જગાભાઈ પ્રધાનની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં જ કરવાની ફરજ પડી હતી. રીનાબેન પ્રધાનની બીજી ડિલિવરી અને 9 માસનો ગર્ભ હતો. ત્યારે મહિલાને અચાનક પ્રસુતિનો દુખાવો થયો હતો. જેને લઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ખસેડવાની ફરજ પડી હતી ત્યારે પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી હતી.108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી અને દર્દીને એમ્બ્યુલન્સ મા લઈને સ્મીમેર હોસ્પિટલ પર જઈ રહ્યા હતા. ત્યારે વચ્ચે રસ્તામાં અચાનક જ બાળકનું માથું બહાર આવી જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવાની જરૂર પડી હતી.જેને લઇ 108 EMT અલ્પેશ ચૌહાણએ વધુ સમય ન બગાડી અધરસ્તે કતારગામ દરવાજા પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી દીધી હતી. ડિલિવરી કીટ વડે ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો હતો.108 કર્મચારી દ્વારા ડિલિવરી કેટલા માધ્યમથી ખૂબ જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી.જેને લઇ માતાએ એક સ્વસ્થ અને તંદુરસ્ત સાડાત્રણ કિલોના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળક બંનેને 108 દ્વારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.
108 એમ્બ્યુલન્સમાં બાળકીએ લીધો જન્મ
બીજા બનાવમાં કાપોદ્રા ખાતે 18 વર્ષની યુવતીની પ્રથમ ડિલિવરી જ એમ્બ્યુલન્સમાં કરાવી હતી. સુરતના કપોદ્રના ઘનશ્યામ નગરમા રહેતા 18 વર્ષીય યુવતી સંગીતાબેન એડની ડિલિવરીનો 9 માસનો ગર્ભ હતો.ત્યારે તેમને અચાનક ઘરે જ પ્રસુતિનો દુખાવો ઉપડતા નજીકના કરંજ હેલ્થ સેન્ટર પર સારવાર માટે જવા માટે પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવવામાં આવી હતી.ત્યારે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી અને દર્દીને એમ્બ્યુલન્સમા લઈને રચના સર્કલ પાસે આવેલ કરંજ હેલ્થ સેન્ટર પર જઈ રહ્યા હતા. દરમ્યાન વચ્ચે રસ્તામાં અચાનક જ બાળકનું માથું બહાર આવી જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સમા જ ડિલિવરી કરાવાની જરૂર પડી હતી. જેને લઇ 108 EMT મોગરાબેન વસાવાએ વધુ સમય બગડવા ન દેતા એમ્બ્યુલન્સ રસ્તામાં જ ઉભી રખાવી દીધી હતી. અને ત્યાં જ ડિલિવરી કરાવાનો નિર્ણય લીધો હતો. જેમાં મોગરાબેનએ યુવતીની ખૂબ જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી.જેને લઇ માતાએ અઢી કિલોની એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતેથી માતા અને બાળકીને વધુ સારવાર માટે કરંજના હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.