તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સુરતના ગોજરા ગામે સગર્ભાની મોબાઈલની ટોર્ચની મદદથી 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ડિલિવરી કરાવી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
108ના સ્ટાફ દ્વારા સમય બગાડ્યા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો હતો. - Divya Bhaskar
108ના સ્ટાફ દ્વારા સમય બગાડ્યા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો હતો.
  • સગર્ભાને હોસ્પિટલ પહોંચડવામાં મોડું થાય તેમ હોવાથી 108ની ટીમે ત્વરીત નિર્ણય લીધો

સુરતના ચોર્યાસી તાલુકાના ગોજરા ગામે એક સગર્ભાની મોબાઈલ ટોર્ચની મદદથી પ્રસૂતિ કરાવી 108-ના સ્ટાફે ખરા અર્થમાં ઇમરજન્સી સારવાર આપી માતા અને નવજાત બાળકની જીવ બચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગર્ભાના ઘરમાં લાઈટ ન હોવાથી અને ગર્ભમાંથી બાળકનું માથુ બહાર આવી જતા સગર્ભાને હોસ્પિટલ પણ લઈ જવાને બદલે તાત્કાલિક સ્થળ પર જ સૂઝબૂજથી લેવાયેલો પ્રસુતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

108 એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈએમટીએ સફળ પ્રસુતિ કરાવી હતી.
108 એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈએમટીએ સફળ પ્રસુતિ કરાવી હતી.

ઘરમાં જ ડિલિવરી કરાવાઈ
અમરનાથભાઈ (નવાગામ લોકેશન 108-ના ઈએમટી) એ જણાવ્યું હતું કે, બુધવારની વહેલી સવાર એટલે કે, લગભગ કોલ 4:59 વાગ્યાનો હતો. ચોર્યાસી તાલુકાના ગોજરા ગામમાં રહેતી એક સગર્ભાને પ્રસૂતિની પીડા થઈ રહી હોવાની જાણ થતા જ પાયલોટ દુર્ગેશ પરમાર સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતાં. પ્રસૂતાની હાલત અને ગર્ભમાંથી બાળકનું માથું બહાર આવી ગયું જોઈ તાત્કાલિક નિર્ણય લેવા 108ના નિષ્ણાત તબીબને ટેલિફોનિક આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. ત્યારબાદ સર્ગભા આશાબેનની દયનીય અવસ્થા અને અસહ્ય પીડાથી તડપતા આશાબેનની પ્રસુતિ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે વીજ (લાઈટ) વગર એ શક્ય ન હતું. બીજી બાજુ એમને હોસ્પિટલ લઈ જવાય એવો સમય ન હતો. જેને લઈ તાત્કાલિક ટોર્ચથી પ્રસુતિ કરાવવાનું શરૂ કર્યું હતું અને આશાબેને ગણતરીની મિનિટોમાં જ એક પુત્રી ને જન્મ આપ્યો હતો.

પ્રસુતિ બાદ માતા-પુત્રીને સિવિલ હોસ્પિટલ લવાયા હતાં.
પ્રસુતિ બાદ માતા-પુત્રીને સિવિલ હોસ્પિટલ લવાયા હતાં.

માતા-પુત્રી સ્વસ્થ
108 એમ્બ્યુલન્સની ટીમને આવા કેસોમાં કેવી રીતે પ્રસુતિ કરવી શકાય એની ટ્રેનિંગ સમયસર મળતી રહે છે. ટોર્ચથી ઘરમાં અજવાળું કરી પ્રસુતિ કેમ કરાવવી એનાથી સંપૂર્ણ વાકેફ હતો જેથી આશાબેનની પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રીને જરૂરી સારવાર આપી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. માતા અને પુત્રીને સ્વસ્થ જોઈ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. આખું પરિવાર હાથ જોડીને આભાર વ્યક્ત કરતો જોઈ સાચા અર્થની સેવામાં કામ કરતા હોવાનો આનંદ થાય છે તેમ વધુમાં અમરનાથભાઈએ જણાવ્યું હતું.