ક્રાઇમ:ઓડિશાના 103 શ્રમિક સાથે ટિકિટ આપવાના બહાને છેતરપિંડી કરાઈ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરોલીમાં રહેતા સંતોષ સ્વાઇએ 1.85 લાખ પડાવ્યા

અમરોલી વિસ્તારમાં 103 જેટલા ગરીબ ઓરિસ્સાવાસી શ્રમિકોને  ટોકનની ઝેરોક્ષ પકડવી રૂ.1.85 લાખની રકમ પડાવી ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. રૂપિયા પડાવીને ગઠીયો ફરાર થઈ ગયા છે. આ શ્રમજીવીઓને સમાજ તરફથી આગામી દિવસોમાં ટ્રેનમાં મોકલી આપવા માટેની સગવડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

અમરોલી વિસ્તારમાં રહેતા સંતોષ શાહુ નામના શખ્સે આ વિસ્તારમાં રહેતા ઓરિસ્સાવાસીઓને વતન જવા માટે રેલવેની ટીકીટ આપવાને નામે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. સમાજના અગ્રણીઓ ટીકીટના કાળા બજાર ન થાય તે માટે ટોકન પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુસાફરો પાસેથી પૈસા લઇને તેમને ટોકન આપવામાં આવે છે. પ્રવાસના દિવસે ટોકન આપનાર લોકોને ટીકીટ આપવામાં આવે છે.

આ સિસ્ટમનો ગેરલાભા ઉઠાવી સંતોષે કેટલાક ટોકનની ઝેરોક્ષ કરાવી ઓરિસ્સા જવા ઇચ્છતા શ્રમિકોને રૂ.1100થી 1800 જેટલી રકમ લઇને ટોકન પકડાવી દીધી હતી. જ્યારે શ્રમિકો પિયુશ પોઇન્ટ પર ટીકીટ લેવા આવ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઠગાઇ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

 છેતરનાર સારી કામગીરીમાં રોડા નાખી રહ્યા છે

ઓરિસ્સાવાસી પરિવારો વતન પહોંચે તે માટે સમાજના અગ્રણીઓ મહેનત કરી રહ્યા છે. ત્યારે કેટલાક તકસાધુ ગરીબોને છેતરીને સારા કામમાં રોડા નાખવાની કામગીરી કરી રહ્યા છે. જોકે, સેવા ચાલુ રહેશે અને ઠગાઇનો ભોગ બનનાર લોકોને પણ વતન મોકલવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. - ટીલુ ભાઇ, સમાજ અગ્રણી

અન્ય સમાચારો પણ છે...