કાર્યવાહી:નોટિસ આપી છતાં ફાયર સેફટીની અવગણના 103 દુકાનો, 4 હોસ્પિ., 2 સ્કૂલ, 2 હોટલ સીલ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાલિસિસ માટેની માનવ સહાય સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં પણ સુવિધા ન હતી

આગની વધતી ઘટના સામે લોકોમાં હજુ જાગૃતિ ન આવતા સુરત મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ફાયર સેફટી મામલે આક્રમક કાર્યવાહી શરૂ કરાઈ છે. આજે બુધવારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં 2 શોપિંગ કોમ્પલેક્ષની 103 દુકાન, 4 હોસ્પિટલ, 2 સ્કૂલ અને 2 હોટલને સીલ કરી છે. આ તમામ મિલકતોમાં ફાયર સેફટીની સીસ્ટમ ઉપલબ્ધ કરાવવા માટે નોટીસ આપવા છતાં બેદરકારી દાખવવામાં આવી હતી. જેને પગલે આ તમામ મિલકતોને સીલ મારી દઇ ફાયર સેફટીની સુવિધા લગાડીને એન.ઓ.સી રજૂ કરવા સુચના આપવામાં આવી છે.

ફાયર વિભાગ દ્વારા પાલનપુર જકાતનાકા સ્થિત રાજપોઇન્ટમાં આવેલી 78 દુકાન સાથે શીશુકેર હોસ્પિટલ, મધુરમ હોસ્પિટલ, વેલકેર હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. ઉપરાંત પાલનપુર જકાતનાકા સ્થિત રાજ ઓરીઓનની 25 દુકાન સીલ કરવામાં આવી હતી. જ્યારે શ્રી માનવ સહાય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ (ડાયાલીસીસ કેર)ને પણ સીલ કરવામાં આવી છે.

વરાછા મેઇન રોડ પર આવેલી પાયલ ડાયમંડ, કાપોદ્રામાં આવેલા જલારામ ફર્નિચરને સીલ મારવામાં આવ્યું હતું. આ સાથે ગોડાદરા માનસરોવર સોસાયટીમાં આવેલી શ્રી મહાવીર વિદ્યાલય અને ડભોલીમાં હરિદર્શન સોસાયટી પાસે આવેલી દેવકુંવરભા વિદ્યાભવનને સીલ કરવામાં આવી છે. તેમજ સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ સરિતા અને હોટલ યાદગારને પણ સીલ કરાઇ છે. આ બંને હોટલના 15-15 રૂમ પણ સીલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...