તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર વિભાગનો સપાટો:સુરતમાં સતત પાંચમાં દિવસે ફાયર સેફ્ટી વગરની હોસ્પિટલ, સ્કૂલ અને ટેક્સટાઈલ માર્કેટની 102 દુકાનો સીલ કરી દેવાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયરબ્રિગેડ દ્વારા અલગ અલગ ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી. - Divya Bhaskar
ફાયરબ્રિગેડ દ્વારા અલગ અલગ ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી.
  • છેલ્લા છ મહિનામાં હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસ બાદ પણ ફાય સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે 1 હોસ્પિટલ,2 સ્કૂલ અને ટેક્સટાઈલ માર્કેટની 102 દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર સેફ્ટીના અભાવ ધરાવતી મિલકતો સીલ કરાતા હોસ્પિટલ, સ્કૂલ અને દુકાનના સંચાલકો અને તબીબો દોડતાં થયા છે. દર્દીઓને હાલાકી નહીં પડે માટે ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સૂચના અપાઈ છે.

ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી
મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી.

સતત પાંચમાં દિવસે હોસ્પિટલની સીલ કાર્યવાહી
જે 6 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે 40 હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી.

ફાયરબ્રિગેડ દ્વારા સીલ મારી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા સીલ મારી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

વહેલી સવારે કામગીરી હાથ ધરાઈ
આજે વહેલી સવારે સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા અથવા, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં એક હોસ્પિટલ, 2 સ્કૂલ અને 2 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ મરાયા હતાં.ફાયર સેફટીની અપૂરતી સુવિધાને લઈ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાંકુલ 1 હોસ્પિટલ, 2- સ્કુલ, તથા 2 કોમર્શીયલ એકમો અને કાપડ માર્કેટ ની 102 દુકાનો મળી કુલ - 107 એકમોમાં સીલીંગ ની કાર્યવાહી કરવામાં આવી છે.

વહેલી સવારે ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વહેલી સવારે ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  • સીલ કરાયેલી મિલકતો
  • ગંગા હાઉસ, ડુમસ રોડ ,મગદલ્લા સુરત
  • નમ્રતા હોસ્પિટલ, સી -૧, લક્ષ્મી નગર સોસાયટી, નારાયણ નગર સામે, કતારગામ સિંગણપોર રોડ, સુરત
  • જીવન ભારતી સ્કુલ, નાનપુરા, સુરત
  • એ.એમ મીર સ્કુલ, સૈયદપુરા સુરત
  • એકતા ટેક્ષટાઈલ માર્કેટની 102 દુકાનો, રીંગ રોડ, સુરત