પાલિકાના શાસકો ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન (ગેટકો)ને ઇલેકટ્રીક સબ સ્ટેશન સહિતના કામો માટે કિંમતી જમીનો લીઝથી ફાળવી લહાણી કરાવી રહ્યા છે. પરંતુ લીઝ પેટેની મસમોટી રકમ વસુલવામાં ઢીલાશ દાખવાઈ રહી છે. જેથી 10 વર્ષમાં 5 લોકેશન પેટે 101.68 કરોડ લેવાના થાય છે. પરંતુ આજદિન ગેટકોએ ફદિયું પણ જમા કરાવ્યું નથી.
પાલિકાએ 2021થી 2016 સુધીમાં 5 લોકેશન પર 19558 ચોરસમીટર જમીન 99 વર્ષ માટે લીઝથી આપી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ ઉધના-મજૂરા અને વરિયાવમાં વધુ 2 લોકેશન પર 3-૩ હજાર ચોમી જમીન ફાળવી છે. જેના રૂા.14 કરોડ બાકી થાય છે. આમ પાલિકાએ કુલ 7 લોકેશન પેટે ગેટકો પાસેથી કુલ 115 કરોડથી વધુની રકમ વસુલવાની થાય છે.
બુધવારે પાલિકામાં મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આગળની બાકી રકમ જમા કરવા તાકીદ કરી હતી. છે. સ્ટેન્ડીંગ કમિટીમાં વરાછા, અઠવા, ડીંડોલી ત્રણ લોકેશન પર લાઇન અન્ડર ગ્રાઉન્ડ કરવા ગેટકોએ ૨૮ કરોડનો ખર્ચનો અંદાજ મૂક્યો હતો. જેની સામે ગેટકો પાસે બે જમીન ફાળવણીના 14 કરોડ સરભર કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.
આ જમીન લીઝના રૂપિયા હજુ સુધી બાકી
ટી.પી 31 અડાજણ એફ.પી 210 (2360 ચો.મી.જમીન)19.05 કરોડ
ટી.પી 10 પાલ એફ.પી 210 (3428 ચો.મી. જમીન)21.34 કરોડ
ટી.પી 7 વેસુ એફ.પી 132 (4500 ચો.મી. જમીન)23.24 કરોડ
ટી.પી 25 એફ.પી 174 (4380 ચો.મી જમીન)16.66 કરોડ
ટી.પી 61 પરવત-ગોડાદરા એફ.પી 60 (4890 ચો.મી)21.37 કરોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.