નિર્ણય:બુલેટ ટ્રેન સ્ટેશન ફરતે 100 મી. ઊંચી ગગનચુંબી ઇમારતો બનશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાપાનના ટ્રાન્ઝિટ ઓરિએન્ટલ કન્સેપ્ટ પર વિકાસ કરાશે
  • સુડા​​​​​​​ અને પાલિકાની જાપાની પ્રતિનિધમંડળ સાથે બેઠક થઇ

દેશ અને ખાસ કરીને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર માટે ગણાઇ રહેલા સૌથી વધુ મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ આકર્ષિત બનાવવા સ્ટેશનની આસાપાસના વિસ્તારોમાં 100 મીટરથી વધુ ઉંચાઇની ગગનચુંબી ઇમારતોનું નિર્માણ કરવામાં આવશે. આ ગગનચુંબી ઇમારતોની સાથે બુલેટ ટ્રેનના સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં વધુ વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે જાપાનથી આવેલા પ્રતિનિધિ સુરત પાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે વિવિધ આયોજનો પર ચર્ચા કરી હતી.

ગુરૂવારે જાપાન એમ્બેસીના કાઉન્સીલર કાજુહીરો કિયોસે સહિત ટેક્નિકલ ઓફિસરોની ટીમ શહેરની મહેમાન બની હતી. જાપાનની આ ટીમે શહેરમાં ઝડપથી વિકાસ કરી રહેલાં નિર્માણાધિન બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ આકર્ષિત બનાવવા શું કરી શકાય તે મુદ્દે મહાનગર પાલિકા તથા સુડા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પાલિકા કમિશનર બી. એન. પાનીએ જાપાન એમ્બેસીના કાઉન્સીલર કિયોસેને માહિતગાર કરતા બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ 100 મીટરથી પણ વધુ ઉંચાઇ ધરાવતી ગગનચુંબી ઇમારતોના નિર્માણની રૂપરેખા પ્રદર્શિત કરી હતી.

આ સાથે જ નિર્માણને પ્રોત્સાહન મળી રહે તે અંગેના વિવિધ આયોજનો પણ રજૂ કર્યાં હતાં. બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટલ ડેવલપમેન્ટ (TDO)ના કન્સેપ્ટ મુજબ વિકાસ કરવા પાલિકા તથા સુડા વિભાગ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કાઉન્સીલક કિયોસે પણ જાપાનના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ખાસિયતો વર્ણવી હતી. બુલેટ ટ્રેનના સ્ટેશનના નજીકના વિસ્તારોના વિકાસ પ્રોજેક્ટના ડેમો રજૂ કરી વિવિધ અનુભવો પણ કહ્યાં હતાં. બુલેટ ટ્રેનની આસપાસના વિસ્તારમાં ડેવલપમેન્ટ વધુ આકર્ષક બની રહે તે માટે અધિકારીઓએ માહિતીઓ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...