આઈએસજીજે ધ જેમ્સ એન્ડ જવેલરી કોલેજના વર્ષ 2021-22 ના પાસ આઉટ થયેલા 100 જેટલા વિધાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવા પદવીદાન સમારોહ યોજાયો હતો.
મુખ્ય અતિથિ તરીકે ગૃહમંત્રી હર્ષ સંઘવી, જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયા અને પિન્ટુ ધોળકીયા હાજર રહ્યા હતા. 100 વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. કોલેજના ચેરમેન કલ્પેશ દેસાઇએ જણાવ્યુ કે, ‘વર્ષ 2021-22 માં કોલેજમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી હાંસલ કરી છે. જેમાં પ્રોજેકટમાં 40, ડિપ્લોમા ઇન જવેલરી ડિઝાઇનરમાં 30 ડિપ્લોમા ડાયમંડમાં 20 અને જેમ્સ એન્ડ જવેલરી ગ્રેજ્યુએશનમાં 10 વિધાર્થીઓ છે. કોલેજમાં 50% વિદ્યાર્થીઓ ગુજરાતના અને 50% વિદ્યાર્થીઓ દેશભરના અન્ય રાજ્યોના છે.
આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘થોડા વર્ષો અગાઉ યુથ હીરાના બિઝનેસમાં જોડાવા માગતા ન હતા પણ હવે સિનારિયો બદલાયો છે. યુથ ફરી આ બંને બિઝનેસમાં જોડાવા ઉત્સાહિત છે. જવેલરીની અંદર જેની પાસે આર્ટ છે એમના માટે અહીં મોટો સ્કોપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.