ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન (ફોગવા)ના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસી નેતા અશોક જીરાવાલા સહિત 100 ઉદ્યોગકારો ભાજપમાં જોડાયા હતાં. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર પાટીલે જણાવ્યું કે, કાપડની નિકાસમાં હાલ બાંગ્લાદેશ આગળ છે ત્યારે સુરત કેવી રીતે આગળ વધી શકે તે વિચારવું જોઈએ.’ આની સાથે તેમણે તાપી રિવર ફ્રંટ અને પાલિકાના નવા ભવન સહિતની અનેક યોજના પર ચર્ચા કરી હતી.
ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટથી ફાયદો થશે: દર્શના
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે, ડાયમંડના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવે છે. ટેક્સટાઈલ ક્ષેત્ર અસંગઠિત હોવાથી સમસ્યા આવે છે. સાથે રહીને કામ કરવાથી સમસ્યાનું સમાધાન જલદી થાય છે. ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટથી દેશના તમામ ઉદ્યોગોને ફાયદો થશે. ટેક્સટાઈલ પર જીએસટી ૫ ટકા જ રાખવામાં આવે તેવું સજેશન ટેક્સટાઈલ મિનીસ્ટ્રી દ્વારા નાણામંત્રાલયને આપવામાં આવ્યું છે.
હાર્દિકે ભાજપમાં જોડાવું જોઇએ: જીરાવાલા
અશોક જીરાવાલાએ જણાવ્યું કે,મારા માથા પર કોંગ્રેસનો સિમ્બોલ લાગ્યો હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં ઘણી વખત તકલીફ પડી રહી હતી. એટલે વડિલોએ સમજાવ્યો અને હવે ભાજપમાં જોડાઈ રહ્યો છું. હાર્દિક પટેલની પણ કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવી છે. હાર્દિક પટેલે સમાજના કામ કરવા હોય તો કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાઈ જવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.