હુકુમ:ઊનની સગીરા પર દુષ્કર્મ કરનારને 10 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી પીડિતાને અજમેર લઇ ગયો

બે વર્ષ અગાઉ ઊન વિસ્તારમાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે વડોદરા અને બાદમાં અજમેર ભગાડી જઈ તેની સાથે બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ આરોપીને કડક સજા કરવા અંગેની દલીલો કરી હતી.સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજબ ઊન વિસ્તારમાં રહેતી એક સગીરાને આરોપી હુસૈન અમરસિંહ મહિડા લગ્નની લાલચે ભગાવી ગયો હતો અને પીડિતાને રાજસ્થાન સહિતની જગ્યાએ લઇ જઇને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

જોકે, પોલીસ ફરિયાદ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામેનો કેસ ચાલી જતાં દલીલોના આધારે આરોપીને દસ વર્ષની સજા, રૂપિયા 25 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતાને વળતરરૂપે રૂપિયા 25 હજાર આપવાનો પણ આદેશ કર્યો હતો.

આરોપી એક્સ-રેના બહાને લઈ ગયો
પીડિતાને પીઠના ભાગે દુખતુ હોય અને આરોપી ફરિયાદીને ઓળખતો હોય તે સગીરાને હોસ્પિટલમાં એક્સ-રે કરાવવા હુ લઇ જાઉં છું એમ કહીને હોસ્પિટલ લઇ ગયો હતો અને બાદમાં તેઓ ઘરે પરત ફર્યા નહતા.

અન્ય સમાચારો પણ છે...