કોર્ટનો હુકમ:સગીરાનું નકલી બર્થ સર્ટિફિકેટ બનાવી લગ્ન કરી રેપ કરનારને10 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુપીના આરોપીએ ઉધનાની સગીરાનું અપહરણ કરી અમદાવાદમાં લગ્ન કર્યા હતા

ઉધનાની 16 વર્ષની કિશોરીને ભગાવી જઈ અમદાવાદમાં તે પુખ્ત હોવાનું બોગસ બર્થ સર્ટિ. બનાવી રેપ કરનાર આરોપી સુરેશકુમાર રાજભરને કોર્ટે 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

સરકાર તરફે એપીપી અરવિંદ વસાયોએ દલીલો કરી હતી. કેસની વિગત મુજબ, તા.16-9-2014ના રોજ ઉધનામાં રહેતી 16 વર્ષની સગીરા ઉધના સ્ટેશનથી પોતાના ગામ જતી હતી ત્યારે યુપીના બલિયાનો સુરેશ રાજભર ભગાવી ગયો હતો.આરોપી 2 સંતાનનો પિતા છે. સગીરાનું બોગસ બર્થ સર્ટિ બનાવી લગ્ન કરી બળાત્કાર ગુજાર્યો હતો.

દયા બતાવવામાં સમાજનું હિત જોખમાઈ છે : કોર્ટ
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે જ્યારે જરૂર કરતા વધુ દયા બતાવવામાં આવે ત્યારે બહુજન સમાજનું હિત જોખમાય છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખી સજા ફરમાવવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાઈ રહે.

અન્ય સમાચારો પણ છે...