સજાનો હુકમ:કાપોદ્રામાં કિશોરીને ભગાડી રેપ કરનારને 10 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

4 વર્ષ અગાઉ કાપોદ્રામાં ટ્યુશન ક્લાસ ગયેલી 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી 7 દિવસ સુધી બળાત્કાર ગુજારનારા મૂળ યુપીના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા, 25 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે પીડિતાને એક લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. સરકાર તરફે એપીપી વી.એલ. ફળદુએ દલીલો કરી હતી.

કાપોદ્રામાં રહેતી કિશોરી 22મી નવેમ્બર, 2018ના રોજ મુજબ ટ્યુશન ગઈ હતી. ઘરેથી બહાર ગયેલા પિતા અને ભાઇ પરત ફર્યા ત્યારે ઘરની ચાવી લેવા માટે ટ્યુશન ક્લાસિસ પર ગયા ત્યારે શિક્ષકે કહ્યંુ કે, સગીરા આજે આવી જ નથી. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ખુલાસો થયો હતો કે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરોપી ચંદન રામભરત સોપાન ચૌહાણ કિશોરીને લગ્નની લાલચે ભગાવી ગયો હતો અને સતત સાત દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. દલીલો બાદ આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...