જુગારધામ ઝડપાયું:સુરતના પાસોદરામાં ફ્લેટમાંથી ગંજીપાના પર જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ, 12 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જુગાર રમતી મહિલાઓને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
જુગાર રમતી મહિલાઓને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • ફ્લેટની મહિલા પોતાના અંગત લાભ માટે જુગાર રમાડતી હતી

શ્રાવણ માસમાં શિવની આરાધનાની જગ્યા 52 પત્તાનો જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં આવેલા પાસોદરા પાટીયા નજીકની ઓમ ટાઉનશીપના ફ્લેટમાં મહિલાઓનું જુગારધામ ચાલતું હતું. જેમાંથી પોલીસે રેડ કરીને 10 મહિલાઓને ઝડપી પાડી હતી. મહિલાઓ પાસેથી રોકડ રકમ, ગંજીપાના સહિતનો કુલ 12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

પતિ કામે ગયા બાદ મહિલાઓ જુગાર રમતી
સરથાણા પોલીસે બાતમીના આધારે ઓમ ટાઉનશીપના એ/8-જી/3 નંબરના ફ્લેટમાં રેડ કરી હતી. જેમાં મહિલાઓ ગંજીપાના પર હારજીતનો જુગાર રમતી ઝડપાઈ હતી. ફ્લેટની માલિકણ મહિલા પોતાના અંગત સ્વાર્થ ખાતર જુગાર રમાડતી હોવાનું સામે આવ્યું છે. જુગાર રમવા આવતી મહિલાઓ પોતાના પતિ કામ કાજ પર જાય પછી જુગાર રમવા આવતી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલી મહિલાઓ હાઉસવાઈફ એટલે કે ઘરકામ સાથે સંકાળેયલી હોવાનું પોલીસે જણાવ્યું છે.

દાવ પરથી રોકડા 1070 મળ્યાં
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, ઓમ ટાઉનશીપના જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જેમાં પકડાયેલી તમામ મહિલાઓની અંગ ઝડતીમાં રોકડા રૂપીયા 10,930 તથા દાવ ઉપરના રોકડા રૂપીયા 1070 તથા ગંજીપાના નંગ-પર, એક લાઇટબીલ મળી કુલ્લે રોકડા રૂપીયા 12 હજારની મતાના મુદામાલ સાથે જુગાર રમતા પકડાય ગયા બાદ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(જુગાર રમતી મહિલાઓના નામ-ઠામ દિવ્ય ભાસ્કર પાસે છે, પણ સ્ત્રીઓની ગરીમાને જોતા અમે એને સ્થાન આપ્યું નથી)