તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભેસ્તાનની દુકાનમાં જુગાર રમતા 10 વેપારી ઝડપાયા, ટેલરની દુકાનમાં જ અડ્ડો ચાલતો હતો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનામાં અનેક લોકોના ધંધા ઠપ થઈ ગયા હતા. જેમાં કેટલાક ધંધાદારીઓ બેનંબરી ધંધા કરવા લાગ્યા હતા. ભેસ્તાનના દરજીએ ટેલરિંગની દુકાનમાં જુગારનો અડ્ડો ચાલુ કરી દીધો હતો. પીસીબીને બાતમી મળતા રવિવારે સાંજે ઉધના-મગદલ્લા રોડ પર અંબા નગરમાં ક્રિષ્ના ઓર્ગેનાઇઝરના બેઝમેન્ટમાં પૂજા ફેશન નામની ટેલરિંગની દુકાનમાં રેડ પાડી હતી. દરમિયાન ત્યાં જુગાર રમતા નાના-મોટા ધંધા સાથે સંકળાયેલા 10 વેપારીઓ ઝડપાઈ ગયા હતા. પીસીબીના સ્ટાફે જુગારીઓ પાસેથી રોકડ અને મોબાઇલ મળી 1.77 લાખની મતા કબજે કરી હતી. ટેલરિંગની દુકાન ચલાવતો પ્રજ્ઞેશ રંગુનવાલા દુકાનમાં જુગાર રમાડી નાલ લઈ કમાણી કરતો હતો.

પકડાયેલા જુગારીઓમાં પ્રજ્ઞેશ બાબુ રંગુનવાલા(37)(રહે. સાઇ-મોહન સોસાસયટી, ભેસ્તાન), બાદલ ભરત જરીવાલા(24), રાહુલ મુકેશ રાણા (20), સૂરજ રામજીવન ગુપ્તા (22), વિશાલ ઈશ્વર રાણા (27) (ચારેય રહે. ભગવતી નગર સોસાયટી, ઉધના), જતીન જશવંત રાણા(23)(રહે. પાલિકા આવાસ, માનદરવાજા), ધવલ નવીનચંદ્ર બારડોલીયા (33)(રહે. ખરવરનગર, ઉધના), મેહુલ નિલેશ રાણા (21)(રહે. શાસ્ત્રી નગર સોસાયટી, ઉધના દરવાજા), હિરેન વિનોદ વઢવાણા (25)(રહે. શાન્તમ એપાર્ટમેન્ટ, મજૂરા ગેટ) અને ધર્મેશ ગણેશ પટેલ (43)(રહે. સાઇનાથ સોસાયટી, અંબાનગર) છે. મોટાભાગના જરીકામ અને ટેલરિંગનો વેપાર કરે છે. અગાઉ પ્રજ્ઞેશ રંગુનવાલા ઉમરા પોલીસમાં જુગાર કેસમાં જ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...