સરહદ પર લડતા દેશના વીર જવાનોનું મનોબળ મજબૂત રહે પોતાના વતનથી પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની રક્ષા કરતા જવાનોને દેશના નાગરિકો પોતાના પરિવાર ના સભ્યો સમજે તેવી અનુભૂતિ કરાવવા માટે એક સોચ ફાઉન્ડેશન સંસ્થા અને નેશનલ એન્ટી ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન નિમિત્તે આર્મી-જવાનોના જીવનની રક્ષા માટે ભાવના વ્યક્ત કરવા માટે રાખડી મોકલવામાં આવશે. સંસ્થાના અગ્રણી રીતુ રાઠીએ જણાવ્યું હતું કે ખરા અર્થમાં આપણું રક્ષણ બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકો કરે છે.
તેઓ ત્યાં છે તેથી આપણે પરિવારમાં સુખ શાંતિથી રહી શકીએ છીએ અને તહેવારો મનાવી શકીએ છીએ.રાખડી સંપૂર્ણ પણે ઇકોફ્રેન્ડલી અને બધીજ રાખડીઓમાં તિરંગા દર્શન થાય તે પ્રકારે બનાવવામાં આવી છે. મીઠાઈ લાવવામાં આવી હતી તેમાં પણ કેસરી લીલો અને સફેદ એમ નો કલર સ્પષ્ટ થતો હતો.
કતારગામ અંબા તલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શનિવારે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં સુરતમાં રહેતા નિવૃત્ત આર્મીમેનો તેમજ વર્તમાન સમયમાં ફરજ બજાવતા પોલીસ ઓફિસરો એનસીસીના જવાનો વગેરે 50 જવાનોને રાખડી બાંધી હતી. સંપૂર્ણ સૌજન્ય સમાજ અગ્રણી ધનજીભાઈ રાખોલિયા તરફથી પ્રાપ્ત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.