ઈ-બાઇક શો-રૂમમાં આગ:સુરતના પુણામાં ઇલેક્ટ્રિક બાઇકના શો-રૂમમાં આગ લાગતા 10 સ્કૂટર બળીને ખાખ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈ-બાઇકના શો-રૂમમાં આગ લાગતા 10 બાઇક બળીને ખાખ. - Divya Bhaskar
ઈ-બાઇકના શો-રૂમમાં આગ લાગતા 10 બાઇક બળીને ખાખ.

સુરતના પુણા વિસ્તારમાં આવેલા ઇ-બાઈક શો-રૂમમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે શો-રૂમમાં રહેલી 10થી વધુ ઈલેક્ટ્રીક સ્કૂટર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સાથે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
સુરતના પુણા વિસ્તારના આઈ માતા રોડ પર આવેલા જે. કે. નગર પાસે એક ઈ-બાઈક શો-રૂમમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. વહેલી સવારે દુકાન બંધ હતી, ત્યારે અચાનક શો-રૂમમાં આગ લાગી ગઈ હતી. બંધ દુકાનમાં આગ લાગતા શો-રૂમમાં રહેલી અંદાજે 10 જેટલા ઈલેક્ટ્રીક સ્કૂટર બળીને ખાસ થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે વહેલી સવારે અને બંધ શોરૂમ હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયરની 5 ટીમ ઘટના સ્થળે પહોંચી
પુણા વિસ્તારમાં આવેલા જે. કે. નગર પાસેના ઈ-બાઇક શો-રૂમમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયરની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આગ ઉપર પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ આગને ગણતરીના સમયમાં કાબૂમાં લઈ લીધી હતી.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગનો કોલ મળતા જ તાત્કાલિક પહોંચી ગયા હતા. જોકે, આગ તો કાબૂમાં લઈ લીધી, પરંતુ, આગ કયા કારણોસર લાગી તેની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. ઇલેક્ટ્રિક બાઈકનો શો-રૂમ છે એટલે ચાર્જિંગના પોઇન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ અંગે આગળ તપાસ કરી ચોક્કસ રિપોર્ટ તૈયાર કરી મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...