તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કાપડના તૈયાર માલ પર 10 ટકાનો ભાવ વધારો કરાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત મર્કન્ટાઈલ એસો.ની બેઠકમાં નિર્ણય
  • જૂનું પેમેન્ટ ક્લિયર હશે તો જ નવો માલ અપાશે

કોરોનાકાળ પછી ધીમે ધીમે માર્કેટ તમામ માર્કેટો શરૂ થઈ ગઈ છે. માર્કેટ શરૂ થતાની સાથે જ વેપારીઓ જૂના પેમેન્ટ, રિટર્ન ગુડ્સ સહિતની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓને વેપાર કરતી વખતે પેમેન્ટ કે રિટર્ન જેવી મુશ્કેલી ન પડે તે માટે મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા મેમ્બરો સાથે મીટિંગનું આયોજન કરી વેપારીઓએ વેપાર કરતી વખતે કઈ-કઈ સાવધાની રાખવી તે વિશે માર્ગદર્શન અપાયું હતું. એસોસિએશને વેપારીઓને સુચના આપી હતી કે, તમામ વેપારીઓએ તૈયાર માલના સ્ટોકનો ભાવ 10 ટકા સુધી વધારી દેવો, નવો માલ એ જ વેપારીને વેચવાનો જે જૂનંુ પેમેન્ટ ક્લિયર કરે. જૂના અને સારી ગુડવિલ ધરાવતા એજન્ટ સાથે જ વેપાર કરવો.

કોઈ પણ નવા વેપારીને માલ વેચતા પહેલા ખૂબ જ સાવધાની રાખવી. વેપારીની પૂરી જાણકારી મેળવી ચેક લઈને જ માલ વેચવો. રિટર્ન ગુડ્સ સુરતના વેપારીઓની સહમતિથી જ થવો જોઈએ. કોઈ બહારના વેપારી જબરદસ્તીથી સહમતિ વગર રિટર્ન ગુડ્સ મોકલે તો તેની સાથે વેપાર કરવો નહી. સંસ્થાના માધ્યમથી તેનો બહિષ્કાર કરાશે. એસો.ને રિટર્ન ગુડ્સ અને પેમેન્ટ ન ચુકવાતા હોવાની 35 ફરિયાદો આવી હતી જેમાંથી 15નું સમાધાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...