આયોજન:દેશમાં 10 ન્યુકિલયર પ્લાન્ટ સ્થપાશે, શહેરના 2 સામેલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો

હાલમાં દેશમાં 10 જેટલા ન્યૂકિલયર પાવર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે. જેમાં શહેરના 2 પ્લાન્ટનો પણ સમાવેશ થયો છે. તેવું ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ઇન્ડિયન પ્રોજેકટ્‌સ ફોર સસ્ટેનેબલ ફલો ઓન એનર્જી એન્ડ વોટર વર્સિસ ધી ચેલેન્જ એન્ડ ધી સોલ્યુશન’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો જેમાં ડો. નીલમ ગોયલે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, પરમાણુ ઊર્જા તથા અન્ય ઉર્જા સ્ત્રોતો થકી ઉત્પાદિત થતી ઉર્જા વિષય પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં કાર્બન ડાયોકસાઇડનું સર્જન થાય છે અને તેને કારણે ઘણા રોગો પણ થતા હોય છે. પરંતુ ન્યુકિલયર પાવર થકી ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં હજી કોઇએ જીવ ગુમાવ્યો નથી.

આ ઉપરાંત એક હજાર મેગાવોટ ઉર્જાને ઉત્પન્ન કરવા માટે ન્યુકિલયર પાવર પ્લાન્ટને સૌથી ઓછી જમીનની જરૂરિયાત ઉભી થાય છે. સુરતના ઉદ્યોગો માટે પરમાણુ ઉર્જાની વધારે જરૂરિયાત છે. ભારતમાં 23 જેટલા પરમાણુ ઊર્જા ઘર છે અને તેમાંથી એક ગુજરાતના કાકરાપાર ખાતે આવેલું છે. સુરતમાં 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે તેવા બે પ્લાન્ટ સ્થાપવા માટેની વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...