કાર્યવાહી:BU વિનાની વધુ 10 બિલ્ડિંગ સીલ, હીરાનાં 4 કારખાનાં સહિત 133 દુકાનનાં શટર પડી ગયાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરાછા-કતારગામ સહિતના ઝોનમાં 5 દિવસમાં 461 યુનિટ સીલ
  • સીલ કરાયેલી બિલ્ડિંગોમાં મોટાભાગના ડાયમંડના કારખાનાઓ સામેલ

બીયુ અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન કરનાર 586 મિલકતો સામે કાર્યવાહીની ઝુંબેશ હેઠળ પાલિકાએ સોમવારે વધુ 4 ડાયમંડ એકમો સહિત 133 દુકાન સીલ કરી હતી. આ સાથે શહેરમાં કુલ 461 દુકાનો સીલ કરાતા બિલ્ડિંગ સંચાલકોએ બીયુ પ્રમાણપત્ર મેળવવા તેમજ ફાયર સેફ્ટી માટે દોડધામ વધારી હતી. જોકે ડાયમંડ એકમો બંધ થઇ જતા હીરાની ઘંટી પર કામ કરતા રત્નકલાકારોની સાથે દુકાનોમાં કામ કરતાં 600 લોકોના રોજગાર સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો. કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ મામલે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાતા કોર્ટે બીયુસી તેમજ ફાયર સેફટી વ્યવસ્થા ન કરનાર મિલકતોને સીલ કરવા આદેશ આપ્યો હતો.

કર્મીઓની વ્યથાઃ બિલ્ડરની ભૂલથી રોજગાર સામે પ્રશ્નાર્થ
માતાવાડી ખાતે ડાયમંડ એકમમાં કામ કરતાં સંજયભાઇએ કહ્યું કે, બીયુ ન મેળવનાર બિલ્ડરના લીધે ડાયમંડ ફેક્ટરી સીલ થઇ ગઇ છે. જોકે પાલિકાએ બિલ્ડરની સામે કાર્યવાહી કરવાના બદલે રોજગાર બંધ કરી દેતા એકમાત્ર આવકનો સ્ત્રોત પણ છીનવાઇ ગયો છે. હવે આ સીલ ક્યારે ખુલશે? તે નક્કી નથી. ત્યાં સુધી પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું? તે અંગે વિમાસણ ઊભી થઇ છે.

રત્નકલાકારો માટે વળતર જાહેર કરો
રત્નકલાકાર એસોના ભાવેશ ટાંકે કહ્યું કે, કારખાના સીલ કરાતાં 1500થી વધુ રત્નકલાકારને વળતર આપવું જોઇએ.

ઝોનબિલ્ડિંગદુકાન
સેન્ટ્રલ249
કતારગામ22- હીરા ફેક્ટરી
વરાછા-એ22- હીરા યુનિટ
લિંબાયત210
રાંદેર270
કુલ10133
અન્ય સમાચારો પણ છે...