તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની સિદ્ધી:સુરતમાં દર વર્ષે 10 લાખ સ્ટેન્ટ બને છે, 60 દેશમાં 5 લાખ નિકાસ થાય છે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરતના સ્ટેન્ટ વિશ્વમાં પ્રચલિત - Divya Bhaskar
સુરતના સ્ટેન્ટ વિશ્વમાં પ્રચલિત

હૃદયના બ્લોકેજની સર્જરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં વધી રહી છે, 5 વર્ષમાં 5 કંપનીઓની સ્થાપના થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી વધારે સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં છે. અમદાવાદમાં પણ માત્ર 2 જ કંપનીઓ છે. સુરતની સૌથી મોટી કંપની મહિનામાં 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે જેમાંથી 70 ટકા સ્ટેન્ટ એક્સપોર્ટ કરે છે. સુરતમાં દર વર્ષે 10 લાખ જેટલા સ્ટેન્ટ બને છે જેમાંથી અમેરિકા, યુરોપ સહિત 60 જેટલાં દેશમાં 5 લાખ જેટલા સ્ટેન્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે.

ઓગળી જાય એવો સ્ટેન્ટ સુરતે બનાવ્યો
વર્ષ 2003 પછી જ્યારે હૃદયના બ્લોકેજ માટે દવાવાળા સ્ટેન્ટની શરૂઆત ત્યારે પોલીમર ઓગળી જતું ન હતું. જેથી પેશન્ટને રિએક્શન આવતા હતાં. સુરતની કંપનીએ વિશ્વમાં સૌ-પ્રથમ બાયોડિગ્રેડેબલ સ્ટેન્ટ બનાવ્યુ હતું. તેમાં દવાની સાથે પોલીમર પણ ઓગળી જતું હતું. આજે દુનિયામાં આ ટેક્નોલોજીને એડોપ્ટ કરી છે.

સૌથી પાતળો સ્ટેન્ટ સુરતે બનાવ્યો હતો
અત્યારે ઓરિજીનલી 100 માઈક્રોન જેટલી આવતી હતી. તે ઘટીને ઈન્ટરનેશનલ 81 માઈક્રોનના સ્ટેન્ટ બનાવ્યા ત્યારે સુરતની કંપનીએ 60 માઈક્રોનના સ્ટેન્ટ વિશ્વમાં પહેલી વખત બનાવ્યા. થિકનેસ એકદમ પાતળી છે. હાલ આખી દુનિયામાં આ સ્ટેન્ટનો ઉપયોગ કરાય છે

સુરતની કંપનીની વિદેશમાં પણ ઓફિસો
સુરતની એક કંપની તો દર મહિને 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે. જેમાંથી 70 ટકા વિશ્વના વિવિધ દેશોને એક્સપોર્ટ કરે છે. 30 ટકા ભારતમાં સેલ કરે છે. વિશ્વના સ્ટેન્ટની ડિમાન્ડ વધી રહી હોવાથી હવે સુરતની કંપનીઓની વિદેશોમાં પણ ઓફિસ બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો