તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ સાથે 10 લાખનો દંડ

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉછીના નાણાંનાં અવેજ પેટે આપ્યાં હતાં

ઓછાં ભાવે જમીન ખરીદ્યા પછી સાટાખત માટે ઉછીના લીધેલા 10 લાખના બદલામાં આપેલા ચેકો રિર્ટન થવા મુદ્દે કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ સાથે દસ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. પાલ ગામ જય અંબે સોસાયટીમાં રહેતા મહેશ પટેલ જમીન દલાલીની સાથે ન્યૂઝ પેપરમાં એજન્ટ તરીકે કામ કરે છે. તેમણે ઓળખીતા દલાલ આરોપી ધ્રુવ સોલંકીને દસ લાખ ઉછીના આપ્યા હતા. જોકે, તે રૂપિયા વર્ષ 2017ના નવેમ્બરમાં ઓછા ભાવે મળેલી જમીનના સાટાખત માટે આપ્યા હતા. જે રૂપિયા ધ્રુવે મહેશને 7 મહિનામાં પરત કરી દેવાની ખાતરી આપી હતી. પણ પરત કર્યા ના હતા. જેથી મહેશે એડવોકેટ ભાવેશ પટેલથી નોટીસ મોકલાવી હતી. જેથી ધ્રુવે દસ લાખનો ચેક આપી અટકાવી દીધો.

મામલો કોર્ટમાં ગયો. એડિ. સિનિયર જજ ડી.એમ. ચૌહાણે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ધ્રુવને આરોપી ઠેરવીને 1 વર્ષની કેદ સાથે રૂ. 10,07,500 દંડ કર્યો હતો. આરોપી રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની કેસ કરવા પણ આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું છે કે આરોપી સામે આવા અન્ય કેસ છે તેથી આવા ગુના કરવા ટેવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો