તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:રાંદેરમાં 10, કતારગામમાં 14 વિસ્તારો કલસ્ટર જાહેર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કતારગામમાં 2326 અને અડાજણમાં 987 લોકોને ફરજિયાત હોમ કોરોન્ટીન કરાયા

કલસ્ટર એક વિસ્તારમાંથી ઉઠે છે અને બીજા વિસ્તારમાં સંક્રમણ ફેલાતાં ત્યાં જાહેર થાય છે. રાંદેરમાં હાલ કેસ વકરવા સાથે વધુ 10 વિસ્તારો કલસ્ટર જાહેર કરાયા છે તેવી જ રીતે કતારગામ ઝોનમાં પણ 14 વિસ્તારો કલસ્ટર જાહેર કરાયા છે.

કતારગામ ઝોનમાં છાપરાભાઠા ગોકુલધામ સોસા., પંચવટી સોસાયટી, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, કોસાડ ક્રોસ રોડ નીલકંઠ રેસીડેન્સી, નવા કોસાડ રોડ કૈલાશનગર રો-હાઉસ, નગીનાવાડી પાસે આવેલુ ઈન્દ્રપ્રસ્ત એપા., મોટી વેડ ગામ નવો મહોલ્લો, ફુલપાડાગામ બ્રાહ્મણ ફળિયું, મોટી વેડ હળપતિવાસ, વેડરોડ પ્રભુનગર, ડભોલીગામ સિદ્ધાર્ત ચોક, હરિદર્શન ખાડા પાસેની મહેક રેસીડેન્સી બિલ્ડીંગ-એ, પુરુષોત્તમ નગર, મગન રોડ પરની મણીનગર સો.,ના મળી કુલ 2326 લોકો ફરજિયાત હોમ કોરન્ટાઈન કરાયા છે. જ્યારે અડાજણની ગાંધીનગર સોસા., રાધેશ્યામ પાર્ક, ગ્રીન આર્કેડ -એ, પરિમલ સોસા. જહાંગીરપુરા, સંત જ્ઞાનેશ્વર સોસા. પાલનપુર જકાતનાકા, તિરૂમાલા એપાર્ટ. એ બિલ્ડીંગ, રામનગર શ્રીજી કોમ્પલેક્ષ બિલ્ડીંગ નંબર-3, પાલનપોરની વિવેકાનંદ ટાઉનશીપ,પાલનપુર પાટીયાની દિપાંજલી સોસા. સ્વીટ હોમ સોસાયટીના મળી કુલ 987 લોકો હોમ કોરંન્ટીન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...