તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:સુરતમાં વધતા જતા આગના કોલને પહોંચી વળવા 10 ફાયર બાઈક તૈયાર, નાની અને સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચશે

સુરત12 દિવસ પહેલા
મનપા કમિશનર અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજ રોજ ફાયર બાઇકનું ટ્રાયલ કરવામાં આવ્યું.
  • ફાયર બાઈક શોર્ટ સર્કિટ અને કારમાં લાગતી આગને ઝડપથી કાબૂમાં લઈ શકે છે

સુરતમાં વધતા જતા આગના કોલને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નાની અને સાંકડી ગલીઓમાં થતી આગની ઘટનાઓને તાત્કાલિક પહોંચી વળવા હવે ફાયરના જવાનો ફાયર બાઇક લઈ ઓછા સમયમાં ઘટના સ્થળે દોડી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરશે. જેને લઈ ફાયર વિભાગ દ્વારા 10 જેટલી ફાયર બાઈક તૈયાર કરવામાં આવી છે. મનપા કમિશનર અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજ રોજ ફાયર બાઇકનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ફાયર અધિકારીઓનું કહેવું છે કે, ફાયર બાઇક ઝડપથી પહોંચવામાં અને આગને કાબૂમાં લેવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ફાયર બુલેટ બાઇક પર બે જવાન સવારી કરી છે
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આ બાઇક વિવિધ ખાસિયતો ધરાવતી બાઇક છે. જેમકે વોટર મીટ (હવા પાણી અને પમ્પ સોલ્યુશન મિક્સ કરી ફીણવાળું પાણી બહાર ફેંકી શકે) ધરાવતી ફાયર બાઇક કહીં શકાય છે. શોર્ટ સર્કિટ અને કારમાં લાગતી આગને ઝડપથી કાબૂમાં લઈ શકે છે. મોટી દુર્ઘટના ટાળી શકે છે. સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચી શકે છે. આ ફાયર બુલેટ બાઇક પર બે જવાન સવારી કરી છે.

આ બાઈક હવા પાણી અને પમ્પ સોલ્યુશન મિક્સ કરી ફીણવાળું પાણી બહાર ફેંકી શકે છે.
આ બાઈક હવા પાણી અને પમ્પ સોલ્યુશન મિક્સ કરી ફીણવાળું પાણી બહાર ફેંકી શકે છે.

350 CCની બુલેટ બાઈક તૈયાર
વધુમાં જણાવ્યું હતું કે, એક જવાન ખભે વોટર ટેન્ક લટકાવી આગને સરળતાથી કાબૂમાં લઈ શકે છે. કોલ મળતાની સાથે જ હવે પહેલા ફાયર બુલેટ બાઇક દોડાવશે અને ત્યારબાદ તેની પાછળ ફાયરના ટેન્કર જેનો ફાયદો એ થશે કે રાહદારીઓમાં જાગૃતતા આવશે અને રોડ ખુલ્લા કરી આપવામાં મદદરૂપ થશે. 350 CCની આ ફાયર બુલેટ બાઇક લાકડું, પુઠું, પેપર, પેટ્રોલ, ઓઇલ અને કેરોસીનથી લાગતી આગ સામે ખૂબ જ ઝડપથી મદદરૂપ થશે.

શોર્ટ સર્કિટ અને કારમાં લાગતી આગને ઝડપથી કાબૂમાં લઈ શકે છે.
શોર્ટ સર્કિટ અને કારમાં લાગતી આગને ઝડપથી કાબૂમાં લઈ શકે છે.

ગુજરાતમાં ભૂકંપ બાદ ફાયર બાઈકના સમાવેશનો આદેશ
એક ફાયર ઓફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ગુજરાતમાં ભૂકંપ બાદ તાત્કાલિક ગુજરાત સ્ટેટ ડિઝાજસ્ટર મેનેજમેન્ટની સ્થાપના થઇ હતી. ત્યારબાદ ફાયર વિભાગમાં રેસ્ક્યૂ સહિતના સાધનો ખરીદવા રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ કર્યા હતા. એ વખતે ફાયર બુલેટ બાઇકનો પણ ફાયર વિભાગમાં સમાવેશ કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે, બુલેટ ખરીદાયા બાદ વહીવટી વિભાગમાં કામે લેવાઈ ગયા હતા. જોકે આનંદની વાત એ છે આટલા વર્ષો બાદ ફાયર બુલેટ બાઈક લોન્ચ કરાઈ છે.

ફાયર બુલેટ બાઇક પર બે જવાન સવારી કરી છે.
ફાયર બુલેટ બાઇક પર બે જવાન સવારી કરી છે.

ફાયર બાઈકનો સીધો ફાયદો ફાયરના જવાનોને થશે
વધુમાં જણાવ્યું હતું કે, સીધો ફાયદો ફાયરના જવાનોને સરળતાથી કામ કરવામાં અને લોકોને ઓછામાં ઓછું આગની દુર્ઘટનામાં નુકશાન થાય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ ગુજરાતમાં સુરત પ્રથમ પણ કહી શકાય છે. ફાયર વિભાગે લીધેલા 10 ફાયર બુલેટ બાઇક ઘાંચી શેરી, નવસારી બજાર, મોરા ભાગળ, ભેસ્તાન અને ડુંભાલ ફાયર સ્ટેશનને અપાયા છે. આ વિસ્તારોમાં લાગતી આગ એટલે કે સાંકડી ગલીમાંથી સરળતાથી પસાર થઈ આગને પ્રાથમિક ધોરણે વધવા ન દેવા પાછળના હેતુ સાથે કામમાં લેવાનો ઉદ્દેશ રહ્યો છે.

આગને પ્રાથમિક ધોરણે વધવા ન દેવા પાછળના હેતુ સાથે ફાયર બાઈકને કામમાં લેવાનો ઉદ્દેશ.
આગને પ્રાથમિક ધોરણે વધવા ન દેવા પાછળના હેતુ સાથે ફાયર બાઈકને કામમાં લેવાનો ઉદ્દેશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો