કાર્યવાહી:પેઇડ FSIના ચેક રિટર્ન થતાં સાઇટ પાસેથી 10 કરોડ વસૂલાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા 136 કરોડના ચેક રિટર્ન કેસોમાં 18 ટકા પેનલ્ટી અને 8 ટકા વ્યાજ પણ વસૂલશે

કોરોના તથા લોકડાઉનના લીધે રિયલ એસ્ટેટ તથા બિલ્ડિંગ કન્સ્ટ્રક્સન બિઝનેશને પડેલી ગંભીર અસરના લીધે શહેરમાં કાર્યરત વિવિધ પ્રોજેક્ટ સંચાલકોએ પાલિકા પાસેથી મંજુર પ્લાનના આધારે લીધેલી પેઇડ એફ.એસ.આઇ.ના ચેક રિટર્ન થયા હતાં. પાલિકામાં આવા 136 કરોડ રૂપિયાની વસુલાત બાકી છે ત્યારે 18 ટકા પેનલ્ટી અને 8 ટકા વ્યાજ સાથેની કડક વસુલાત શરૂ કરતાં આ સપ્તાહમાં જ 40 કરોડ ઉપરાંતની રકમ તીજોરીમાં જમા થઇ છે.

મધ્યસ્થ શહેર વિકાસ વિભાગે શહેરમાં બનતા પ્રોજેક્ટમાં મંજુર પ્લાન અંતર્ગત 1.8 FSI કરતા વધારાના લાભ માટે પેઇડ FSI આપવામાં આવે છે. ગત વર્ષોમાં બિલ્ડરો દ્વારા પેઇડ FSI પેટે 136 કરોડના ચેક જમા કરાયા હતાં. જોકે આ રકમના ચેક રિટર્ન થયાં હતાં. કોરોનાના લીધે બિલ્ડરો દ્વારા ચેકની સમય મર્યાદા લબાવવા રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાનમાં રાખી એક વર્ષ સુધીની મુદ્દત પણ લંબાવી આપી હતી. તે મુદ્દત પણ પૂર્ણ થતાં હવે પાલિકાએ રિટર્ન ચેકની વસુલાત શરૂ કરી છે.

પાલિકાએ ચેક રિટર્ન વાળા પ્રોજેક્ટ નિર્માણની કામગીરી અટકાવી સામાનની જપ્તી તથા બીયુ પ્રમાણપત્ર પણ રોકી રાખી કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાતા આ કિસ્સામાં 13મી સપ્ટેમ્બરે વધુ 10 કરોડ રૂપિયાની વસુલાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...