તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકો રેસ્કયુ:મજૂરા ગેટના ટ્રાફિક સિગ્નલ પરથી 10 બાળકો રેસ્કયુ કરાયા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મજૂરાગેટ ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેસ્કયુ કર્યા હતા. આ બનાવ અંગે મીસીંગ સેલે ખટોદરા પોલીસમાં બે વાલીઓ સામે ગુનો નોંધાવ્યો છે. આ પહેલા અડાજણ પોલીસમાં શનિવારે 2 વાલી સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગુનો નોંધાવી 5 બાળકને રેસ્કયુ કર્યા હતા. છેલ્લા 3 દિવસમાં કુલ 15 બાળકને રેસ્ક્યુ કર્યા છે. વધુમાં મીસીંગ સેલના સ્ટાફે જણાવ્યું કે, મજૂરાગેટ ચાર રસ્તા પાસે બાળકો ભીખ માંગતા હતા. કેટલાક બાળકના વાલી પણ હાજર મળ્યા ન હતા. બે બાળકની દાદી મળી હતી. જેને બાળકોના માતા-પિતા વિશે પૂછતાં મજૂરી પર ગયાનું જણાવ્યું હતું.

મીસીંગ સેલે તમામ બાળકોને બાળ સુરક્ષાગૃહમાં મોકલી આપ્યા છે. આવી જ રીતે હવે કેટલાક લોકો બાળકોને બુક કે અન્ય ચાઇનાની આઇટમો વેચવા માટે સિગ્નલ ઊભા રાખતા હોય છે. આવા બાળકોની પણ મીસીંગ સેલ પૂછપરછ કરે તો ઘણી હકીકતો સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો