તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સિવિલમાં કોરોનાને લીધે અટકેલી 1 હજાર પ્લાન્ડ સર્જરી આજથી શરૂ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી પ્લાન્ડ સર્જરી બંધ હતી, આજે 15થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવશે

કોરોનાને કારણે છેલ્લા ત્રણ મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં અંદાજે એક હજાર પ્લાન્ડ સર્જરી પેન્ડિંહ હતી. જો કે હાલ કોરોના કેસ ઓછાં થતાં તમામ સર્જરી આજથી શરૂ કરાશે. પ્રથમ દિવસે સિવિલમાં 15થી વધુ સર્જરી કરવામાં આવશે. સિવિલમાં જાન્યુઆરીમાં 2020માં ઈમરજન્સી સહિત રોજ 30 થી 35 સર્જરી થતી હતી. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સર્જરી ફરીથી શરૂ થતાં દર્દીઓને મોટી રાહત થશે.

કોરોના પહેલા મહિને 350 સર્જરી થતી હતી
સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં 35 સર્જરી થતી હતી જેમાંથી 12 થી 15 પ્લાન્ડ સર્જરી થતી હતી. સામાન્ય દિવસોમાં દર મહિને 350 પ્લાન્ડ સર્જરી થતી હતી. પરંતુ કોરોનાના કારણે નોન ઈમરજન્સી સર્જરી પેન્ડિંગ રાખવાની ફરજ પડી હતી. જેથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન 1 હજાર જેટલી પ્લાન્ડ સર્જરી પેન્ડિંગ હતી. સોમવારથી સિવિલ હોસ્પિટલમાં ફરીથી પ્લાન્ડ સર્જરી શરૂ કરવામાં આવશેે.

સિવિલમાં ચોથા માળના અડધા વોર્ડ બંધ કરાયા
​​​​​​​સિવિલમાં સ્ટેમસેલ બિલ્ડિંગની કોવિડ હોસ્પિટલના માત્ર ગ્રાઉન્ડ ફ્લોર, ત્રીજા, ચોથા અને પાંચમા માળે કોવિડના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા હતાં. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાગિણી વર્માએ જણાવ્યું હતું કે, હાલ ચાર માળમાં દર્દીઓ દાખલ કરી રહ્યા છે તે ચારેય માળના અડધા વોર્ડ બંધ કરી દેવાયા છે. દર્દીઓની સંખ્યા ઘટશે તો તેમાં પણ ઘટાડો કરાશે.

અન્ય સમાચારો પણ છે...