અકસ્માત:પાંડેસરામાં ઘોડાએ બે બાળકને અડફેટે લેતા 1 ગંભીર ઈજાગ્રસ્ત

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકીને માથાના ભાગે ઈજા થતાં સિવિલમાં ખસેડાઈ
  • 1ને સામાન્ય ઈજા, બંન્ને​​​​​​​ બાળકી ઘર પાસે રમી રહી હતી

પાંડેસરા બમરોલીમાં ઘર નજીક રમતા બે બાળકોને દોડતા આવેલા એક રખડતા ઘોડાએ અડફેટમાં લેતા એક બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી જ્યારે એકને સામાન્ય ઇજા થઇ હતી. માથાના ભાગે ગંભીર ઈજા થતા બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

પાંડેસરા બમરોલી રોડ ગોવાલક નગર ખાતે રહેતા મહેશભાઈ રાઠોડ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 6 વર્ષીય પુત્રી ઉર્વશી ધોરણ 1માં અભ્યાસ કરે છે. શનિવારે બપોરે ઉર્વશી જમીને ઘર નજીક અન્ય બાળકો સાથે રમતી હતી. દરમિયાન બેફામ દોડતા આવેલા એક રખડતા ઘોડાએ ઉર્વશી અને અન્ય એક બાળકને અડફેટમાં લઈ લીધા હતા. જેમાં ઉર્વશીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અન્ય બાળકને સામાન્ય ઈજા થઈ હતી.

આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલી ઉર્વશીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં માસુમ ઉર્વશીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ઉર્વશીની માતાએ જણાવ્યું હતું કે બાળકો ઘર નજીક રમતા હતા ત્યારે અચાનક ઘોડો દોડી આવ્યો હતો અને ઉર્વશી તેમજ અન્ય એક બાળકને પણ અડફેટમાં લીધું હતું જોકે તેને સામાન્ય ઇજા થઇ હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...