કાર્યવાહી:પુણામાં હીરાના કારખાનામાં લૂંટ ચલાવનાર 3 પૈકી 1 ઝડપાયો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચપ્પુના ઘા ઝીંકી રોકડ,હીરા ચોરી ગયા હતા

પુણામાં હીરાના કારખાનામાં લૂંટ ચલાવનાર ત્રણમાંથી 1 ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.પુણા ગીતાનગરમાં ગત 4 તારીખે સાંજે હીરાના કારખાનેદાર પોતાની ઓફિસમાં એકલા બેઠા હતા ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારુ ચપ્પુના આડેધડ ઘા ઝીંકી રોકડા 45 હજાર અને 2 હજારના ત્રણ હીરા લૂંટી રીક્ષામાં બેસીને ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે શનિવારે લુંટ કરનાર ત્રણમાંથી એકને ઝડપી પાડ્યો હતો. સણીયા રોડ ન્યુ સારોલીનગરીમાં રહેતા 43 વર્ષીય વિજયભાઇ અરજણભાઇ મોર પુણાગામ ગીતાનગરમાં 8 વર્ષથી 3 કારીગરો સાથેનું હીરાનું કારખાનું ચાલવતા હતા.

15 દિવસ અગાઉ જ ગીતાનગરમાં જ કારખાનું ફેરવી તેમણે ઘર નં.34 માં માત્ર ઓફિસ રાખી હતી. તેમની ઓફિસમાં 2 અજાણ્યા આવીને ચપ્પુથી હુમલો કરી ડ્રોઅરમાંથી રોકડા રૂ.45 હજાર અને 2 હજારની કિંમતના રીન્કુ પ્રકારના 3 હીરા લૂંટી નંબર પ્લેટ વિનાની રીક્ષામાં ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે કપોદ્રા ઉતરાણ બ્રીજ નીચે પાળા પાસેથી આરોપી કાનજી ઉર્ફે કાનો ગણપતભાઇ પરમાર (રહે-સોમનાથ સોસાયટી કાપોદ્રા તથા મુળ મહુવા, ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...