કાર્યવાહી:રામપુરામાં બુટલેગરના ભાઈ પર થયેલા હુમલામાં વધુ 1ની ધરપકડ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રામપુરામાં લિસ્ટેડ બુટલેગર વલીઉલ્લાના ભાઈ પર 2 મહિના પહેલાં જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં લાલગેટ પોલીસે એઝાઝ મહમદ ઉર્ફે લાલુ વારસી મુસ્તાક શેખ(રહે,વારસી ટેકરા,કતારગામ)ની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં આ હુમલામાં 9 લોકોની ધરપકડ કરી છે.

10મી ઓગષ્ટે મોડીરાતે માથાભારે એઝાઝ ઉર્ફે લાલુ વારસીએ તેના સાગરિતો સાથે રામપુરા ખાતે રહેતા બુટલેગર વલીઉલ્લાના ભાઈ બરકતખાન પર તલવાર જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. વધુમાં જે તે વખતે ફાયરિંગ થયું હોવાની પણ અફવા ફેલાય હતી. દારૂના ધંધાની અદાવતમાં 2 જૂથો વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...