તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મ્યુકરના ઇન્જેક્શન બ્લેકમાં આપવાના નામે 1 લાખ પડાવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના દર્દીએ અમદાવાદી યુવકના ખાતામાં નાણાં જમા કરાવ્યા પણ ઇન્જેક્શન ન આપતા અંતે ફરિયાદ

રાંદેરમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતા રિતેશ મોદી (૪૨) મ્યુકરમાઈકોસિસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડોક્ટરે તે સમયે લાયપોઝોમલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા કહ્યું હતું. સુરતમાં ઇન્જેક્શનો ન મળતાં સોશિયલ મીડિયા ગ્રુપમાંથી અમદાવાદના હર્ષદ પરમારનો સંપર્ક કર્યો હતો.

હર્ષદે 28 ઇન્જેક્શનના 1.96 લાખ આપી ઇન્જેક્શન લઈ જવાનું કહ્યું હતું. રિતેશે બે મિત્રોને કારમાં અમદાવાદ મોકલ્યા હતા. હર્ષદે ઓનલાઇન એક લાખ ટ્રાન્સફર કરાવી લીધા બાદ ઇન્જેક્શન આપ્યા ન હતા. હર્ષદને ફોન કરતા જાણવા મળ્યું કે તે જેલમાં છે. બીજી વાર ફોન કરતા સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે તે બહાર આવી ગયો છે પૈસા આપી દેશે.બાદમાં માત્ર 25 હજાર જ રિટર્ન કર્યા હતા. રિતેષે અડાજણ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

હર્ષદ 3 સાગરિતો સાથે અમદાવાદમાં ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યમાં વિવેકાનંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ એલસીબીએ આરોપી જૈનમ શાહ, બલવંતસિંગ રાજપુતને પકડ્યા હતા. તેઓએ હર્ષદ પરમાર પાસેથી ઇન્જેક્શન મેળવ્યાનું જણાવતા હર્ષદની પણ ધરપકડ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...