તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:એટીએમનું કાર્ડ બદલી 1 લાખ ઉપાડી લેવાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવો એટીએમ કાર્ડ આવતા પીન જનરેટ કરવાનો પ્રયાસ કરી રહેલા રત્નકલાકરનો કાર્ડ બદલી ગઠીયો એક લાખ ઉપાડી ગયાનો બનાવ વરાછા પોલીસમાં નોંધાયો છે.પુણા મુકિતધામ સોસાયટીમાં રહેતા બાલુભાઇ માયાભાઇ લાડુમોર રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. તેમને આઇસીઆઇસીઆઇ બેંકમાંથી નવું એટીએમ કાર્ડ ફાળવાયું હતું.

તા.8મી નવેમ્બરના રોજ સાંજે બાલુભાઇ એલએચ રોડ સ્થિત શાંતિવન એપાર્ટમેન્ટમાં આવેલા બેંકના એટીએમ પર પીન જનરેટ કરવા ગયા હતા. જ્યાં તેમનો કાર્ડ મશીનમાં ફસાઇ જતા પાછળ ઉભેલા શખ્સે કાર્ડ કાઢી આપવા અને પીન જનરેટ કરી આપવાનાનું બહાનું કરીને બાલુભાઇ પાસેનો કાર્ડ બદલી લીધો હતો. ત્યારબાદ આ કાર્ડ વડે ગઠીયાએ1 લાખ ઉપાડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો