તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:કોરોના કેસના વધારામાં સુરત નંબર-1, ધનિકોને માફી ને પ્રજાને દંડના લખાણ સાથેના બેનરો લાગ્યા

સુરત3 મહિનો પહેલા
ધનિકોને માફી ને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ?ના લખાણો સાથે રાંદેર વિસ્તારમાં બેનર લાગ્યા.
  • રાંદેર વિસ્તારમાં અલગ અલગ સ્થળ ઉપર વહીવટી તંત્રની કામગીરીને લઇને રોષ

સુરતમાં લોકો વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણના અંકુશમાં લાવવા માટે જે નિર્ણય લઇ રહ્યા છે તેને લઈને લોકોામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એક પ્રકારની માનસિકતા દેખાઈ રહી છે કે ચૂંટણી સમયે હજારો લોકોને ભેગા કરવામાં આવતા હતા ત્યારે નેતાઓએ કોઈપણ પ્રકારની સાવચેતી રાખી ન હતી. જેનો રોષ લોકોમાં સતત દેખાઈ રહ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં અલગ અલગ સ્થળ ઉપર વહીવટી તંત્રની કામગીરીને લઇને રોષ વ્યક્ત કરતા બેનરો લગાડ્યા છે. જેમાં કોરોના કેસના વધારામાં સુરત નંબર-1, ધનિકોને માફી ને પ્રજાને દંડના લખાણ સાથેના બેનરો લાગ્યા છે.

રોષ બેનરો દ્વારા દર્શાવવામાં આવ્યો
વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ વધતા રાત્રી કર્ફ્યુ ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો જેને કારણે હોટલ બિઝનેસ ઉપર સૌથી મોટી અસર થઈ છે. સોશિયલ ડિસ્ટન્સના નામે સિનેમાગૃહ અને જીમ બંધ કરાવવામાં આવ્યા છે. લોકોને રોજગારીના સ્ત્રોત ઉપર વહીવટીતંત્રે જે તરાપ મારી છે તેનો રોષ હવે બેનરો દ્વારા લોકો દર્શાવી રહ્યા છે.

રાંદેર વિસ્તારના સર્કલ પર બેનરો લાગ્યા છે.
રાંદેર વિસ્તારના સર્કલ પર બેનરો લાગ્યા છે.

લોકોની લાગણી સ્પષ્ટ દેખાઇ
બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે " ધનિકોને માફી ને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ? ". જેમાં લોકોની લાગણી સ્પષ્ટ દેખાઇ રહી છે કે જાહેર રેલીઓ અને જાહેર સભા વખતે કોરોના ટેસ્ટિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હોત તો ત્યારે પણ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધુ સામે આવ્યા હોત. પરંતુ ચૂંટણી દરમિયાન કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ ઓછું રાખીને એકાએક ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દેતાં હવે જે પોઝિટિવ કેસની સંખ્યા આવી રહી છે. તેના માટે કોર્પોરેશનના અધિકારીઓ લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

લોકોના રોજગારીના સ્ત્રોત ઉપર વહીવટીતંત્રે જે તરાપ મારી છે તેનો રોષ હવે બેનરો દ્વારા લોકો દર્શાવી રહ્યા છે.
લોકોના રોજગારીના સ્ત્રોત ઉપર વહીવટીતંત્રે જે તરાપ મારી છે તેનો રોષ હવે બેનરો દ્વારા લોકો દર્શાવી રહ્યા છે.

નેતાઓએ લાઈડલાઈન ભંગ કર્યો હતો
કોર્પોરેશનના અધિકારીઓના મતે લોકો માસ્ક અયોગ્ય રીતે પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાને કારણે શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. એક પણ અધિકારી હિંમતભેર બોલવા તૈયાર નથી કે ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓએ કોરોના સંક્રમણ અને અંકુશમાં રાખવા માટેની રાજ્ય સરકારની ગાઇડલાઇન ઉલ્લંઘન કર્યું હતું.