• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1 In 21 Swine Flu Patients Admitted In Surat With Symptoms Of Respiratory Distress Along With Cold cough And Fever, Condition Critical

સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો:શરદી-ખાંસી અને તાવની સાથે શ્વાસમાં તકલીફના લક્ષણો, સુરતમાં દાખલ સ્વાઈન ફ્લૂના 21માંથી 1 દર્દીની હાલત ગંભીર

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતના સ્વાઈન ફ્લૂ વોર્ડમાં 21 દર્દીઓ દાખલ છે. - Divya Bhaskar
સુરતના સ્વાઈન ફ્લૂ વોર્ડમાં 21 દર્દીઓ દાખલ છે.
  • સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સારવાર થઈ રહી છે

સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો છે.શહેરમાં એક સાથે 21 કેસ સામે આવતા પાલિકા તંત્ર ચિંતિત થયું છે,જ્યારે 21 માંથી 1 દર્દી ની હાલત ગંભીર હોવાનું પણ મેડિકલ ઓફિસર જણાવી રહ્યા છે.એક બાજુ કોરોનાના કેસોમાં વધારો ત્યાં બીજી બાજુ હવે સ્વાઇન ફ્લૂના કેસોમા ઉછાળો આવતા સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા સ્પેશ્યલ વોર્ડમાં હાલ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આરોગ્ય લક્ષી કામગીરીમાં વધારો
આ અંગે સુરત મહાનગર પાલિકા ના મેડિકલ ઓફિસર રિકિતા પટેલે સ્વાઇન ફ્લૂ અંગે વાત કરતા કહ્યું હતું કે સુરત શહેર માં છેલ્લા દસ દિવસમાં સ્વાઇન ફ્લૂ કેસમાં સતત વધારો નોંધાયો છે.પહેલા એક બે કેસ આવતા અથવા સિંગલ ડીજીટ માં કેસ આવતા પરંતુ હવે એક સાથે ડબલ ડીજીટમાં કેસ આવવાની શરૂઆત થઈ છે.સ્વાઇન ફ્લુના એક સાથે એકવીસ કેસ આવતા પાલિકા તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી કામગીરીમાં વધારો કરી દેવાયો છે.

શરદી ખાંસી અને તાવની સાથે શ્વાસમાં તકલીફ
જો સ્વાઇન ફ્લૂના લક્ષણો ની વાત કરી એ તો શરદી,ખાસી અને તાવ અને આ વખતે એની સાથે શ્વાસ માં તકલીફ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે,જેના કારણે પાલિકા દ્વારા કોન્ટેક્ટ ત્રેસીંગ સાથે સ્વાઇન ફ્લૂના ટેસ્ટિગ સાથે સર્વે ની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

સર્વેની કામગીરી હાથ ધરાઈ
તમામ ઝોનમાં રેપિડ રિસ્પોન્સ અને સરવેની ટીમ તૈનાત કરાઇ છે.હાલ માં 21 કેસ માં ચાર હોસ્પિટલ માં સારવાર હેઠળ છે તેમાંથી એક દર્દી ની હાલત ગંભીર છે.અન્ય કેસો અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.સ્વાઇન ફ્લુના નોંધાવેલા તમામ કેસોમાં 40 વર્ષ થી ઉપર અને કોમોર્બિત દર્દીઓ નોંધાયો છે, સાથે જ પાલિકા દ્વારા સ્વાઇન ફ્લૂ વધતા શહેરીજનો ને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...