ફાયર વિભાગનો સપાટો:સુરતમાં સતત છઠ્ઠા દિવસે ફાયર સેફ્ટી વગરની 7 હોસ્પિટલ, 1 હોટલ અને 1 માર્કેટ સીલ

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ડેન્ટલ ક્લિનિકને સીલ કરવામાં આવી. - Divya Bhaskar
શામી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ડેન્ટલ ક્લિનિકને સીલ કરવામાં આવી.
 • સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગે વધુ 9 એકમો સીલ માર્યા

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 6 દિવસથી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે 7 હોસ્પિટલ, 1 હોટલ અને ટેક્સટાઈલ માર્કેટની 197 દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

નોટિસો આપવા છતાં સુવિધા ઉભી ન કરી
મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી હતી.

હોસ્પિટલમાં ડોક્ટરોની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યા.
હોસ્પિટલમાં ડોક્ટરોની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યા.

6 દિવસમાં 52 હોસ્પિટલ સીલ
જે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે 40 હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં 52 જટેલી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તકલીફ ન પડે તે સીલી સિલિંગ કાર્યવાહી હાથ ધરાઈ.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તકલીફ ન પડે તે સીલી સિલિંગ કાર્યવાહી હાથ ધરાઈ.

વહેલી સવારે કામગીરી હાથ ધરાઈ
આજે વહેલી સવારે સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રાંદેર, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં 7 હોસ્પિટલ, 1 હોટલ અને 1 ટેક્સટાઈલ માર્કેટની 197 દુકાનોને સીલ મરાયા હતાં. ફાયર સેફટીની અપૂરતી સુવિધાને લઈ કામગીરી હાથ ધરાઈ હતી.

ટેક્સટાઈલ માર્કેટમાં પણ દુકાનો સીલ કરવામાં આવી.
ટેક્સટાઈલ માર્કેટમાં પણ દુકાનો સીલ કરવામાં આવી.

સીલ કરાયેલી મિલકતો

નોર્થ ઝોન

 • શ્રી ગોપાલ હોસ્પિટલ, બીજો માળ પીપલ્સ પોઈન્ટ, ડોક્ટર હાઉસ, પીપલ્સ ચાર રસ્તા, કતારગામ સુરત,
 • શામી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ડેન્ટલ કલીનીક, ધન્વન્તરી કોમ્પ્લેક્ષ, પહેલો માળ ,આયુર્વેદિક હોસ્પિટલ ની બાજુમાં,સુરત

સેન્ટ્રલ ઝોન

 • હોટલ લીમડા, 68281, મંછરપુરા, કોલાસવાડ, ઉનાપાની રોડ, સુરત
 • શાલીમાર ટેક્ષટાઈલ માર્કેટ, સલાબત પુરા, ડોડીયાવાડ, સુરત- જેમાં કુલ 197 દુકાનો સીલ કરવામાં આવેલ છે.

રાંદેર ઝોન

 • ડૉ. મિરલ કેર આઈ હોસ્પિટલ, 301-302 ટાઇટેનીયમ સ્ક્વેર, અડાજણ ગામ ચાર રસ્તા, અડાજણ સુરત
 • રુદ્રા આઈ કલીનીક, 403-404 ,વેસ્ટર્ન કોરીડોર, BAPS હોસ્પિટલ પાસે, અડાજણ ગામ ચાર રસ્તા અડાજણ સુરત
 • ડોડીયા નર્સિંગ હોમ, બી -101-106, શ્રીધર કોમ્પ્લેક્ષ,ગેઈલ ટાવર સામે, અડાજણ સુરત
 • ડૉ. અલ્પા ઇકો મેડીસીન એન્ડ રીસર્ચ સેન્ટર, વેસ્ટર્ન અરેના કોમર્શીયલ ગ્રીન સીટી રોડ, મધુવન સર્કલ પાસે ,સુરત
 • કેર્ન હોસ્પિટલ, 32 મહેનગર સોસાયટી, ફાયર સ્ટેશન લાઈન, સ્ટાર બઝાર સામે, હજીરા રોડ,સુરત