તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિકાસના આસમાન પર સુરત એરર્પોર્ટ ખૂબ જ ઝડપથી ઉડાન ભરી રહ્યું છે. હવે અહીં પીક અવરમાં દર 15 મિનિટે ફ્લાઇટ હોય છે. એપ્રિલથી ફ્લાઇટ્સની સંખ્યામાં હજુ પણ વધારો જોવા મળશે. એરપોર્ટ ખાતે પેરેલેલ ટેક્સી-વેનું કામ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતા 23 એરક્રાફ્ટ એકસાથે પાર્ક કરી શકાશે. ત્યારે દર 7 મિનિટે ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે. ફ્લાઇટની સાથે સાથે મુસાફરોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. કોરોનાકાળ પહેલા જે રીતે ફ્લાઇટ્સની સંખ્યા વધી હતી એ જ રીતે ફરી એકવાર ફ્લાઇટ્સની સંખ્યા વધી રહી છે.
હવે દરરોજ 4500થી વધુ મુસાફરો યાત્રા કરે છે. હાલ દરરોજ અહીંથી 38 ફ્લાઇટનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં કેટલીક ઉડાન સાપ્તાહિક છે. ચેન્નઈ અને પટનાની ફ્લાઇટ શરૂ થઈ જવાથી ફ્લાઇટની સંખ્યા 40 પહોંચી જશે. જેથી સુરત એરપોર્ટ પર હવે દર 15 મિનિટે ફ્લાઇટોનું આવાગમન થઈ રહ્યું છે. સવારે 7થી 11 તેમજ સાંજે 4થી રાત્રે નવ દરમિયાન એરપોર્ટ પર દર 15 મિનિટે એક ફ્લાઇટ ટેકઓફ કે લેન્ડ કરે છે.
સુરત એરપોર્ટ પર એપ્રિલ મહિનામાં જારી થનાર શેડ્યુલમાં 8 થી 10 ફ્લાઇટ વધી શકે છે કેમ કે, ગો એર પણ અહીંથી એક સાથે 7 ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીમાં છે. એ સાથે જ ઇન્ડિગો મેનેજમેન્ટ પણ 2 ફ્લાઇટ તેમજ સ્ટાર એર પણ એક ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં આવનારા 2 મહિનામાં પેસેન્જર ટ્રાફિક દરરોજ 5500ને પાર પહોંચી જશે. તેમજ દર મહિનાની વાત કરીએ તો યાત્રીની સંખ્યા 1 લાખને પાર પહોંચી શકે છે. સુરતમાં બિઝનેસ ક્ષેત્રે તકોમાં વધારો થતાં જ સુરત એરપોર્ટથી દરેક પ્રકારની કનેક્ટિવિટી મળી રહેશે.
સુરત વિશ્વના અન્ય દેશો જોડાશે : શારજાહ પછી દુબઇ, બેંગકોક, સિંગાપોરની ફ્લાઇટ શરૂ થઇ શકે છે
શારજાહ પછી દુબઈ, બેંગકોક, સિંગાપોર માટે પણ ફ્લાઇટ શરૂ થઈ શકે છે. સુરત એરપોર્ટથી 16 ફેબ્રુઆરી 2019ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શારજાહ માટે શરૂ કરી હતી. હાલ એ કોરોનાને લીધે છેલ્લા એક વર્ષથી બંધ છે. સિંગાપોર એરલાઇન્સ, થાઈલેન્ડની થાઈ સ્માઇલ્સ એરલાઇન્સ, દુબઈની ફ્લાઇ દુબઈ અને એમિરેટ્સ એરલાઇન્સ સુરતને એમના દેશ સાથે જોડવા તૈયાર છે.
કેન્દ્ર સરકાર જો આ દેશો સાથે હવાઈ ક્ષેત્રે જરૂરી બાઇલેટર એગ્રીમેન્ટ કરે તો વિદેશી એરલાઇન્સ અહીંથી ફ્લાઇટ શરૂ કરી શકે છે. વિદેશી એરલાઇન્સ સુરતને એટલા માટે પોતાના દેશ સાથે ડાયરેક્ટ કનેક્ટીવિટી આપવા માંગે છે કેમ કે, આ વેપારનું મોટું કેન્દ્ર છે. અહીં વિશ્વમાં સર્વાધિક ડાયમંડ પોલિશિંગનું કામ થાય છે. થાઈ સ્માઇલ્સ એરલાઇન્સ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને લેટર લખીને એમની ઇચ્છા જાહેર કરી ચુકી છે.
છેલ્લા 4 વર્ષનું ફ્લાઇટ મૂવમેન્ટ
વર્ષ | અવર-જવર | રેંક |
2019-20 | 15855 | 30 |
2018-19 | 14584 | 35 |
2017-18 | 10726 | 36 |
2016-17 | 4651 | 45 |
દિલ્હી માટે 2 ફ્લાઇટ સવારે અને સાંજે, બેંગલુરુ માટે 1 ફ્લાઇટ, કોલકાતા માટે 2 ફ્લાઇટ અને મુંબઈ માટે એક ફ્લાઇટ જે સવારે આવશે.
માત્ર 4 વર્ષમાં દેશના 50 ટોપ એરપોર્ટમાં સામેલ થયું
વર્ષ | મુસાફરોની સંખ્યા | રેંક |
2014-15 | એએઆઈની લિસ્ટમાં નહીં | 0 |
2015-16 | એએઆઈની લિસ્ટમાં નહીં | 0 |
2016-17 | 194564 | 50 |
2017-18 | 681465 | 42 |
2018-19 | 1238724 | 38 |
2019-20 | 1515557 | 33 |
2016-17માં યાત્રીઓ વધ્યા
સુરત એરપોર્ટ ઓથોરિટીથી મળતી માહિતી મુજબ વર્ષ 2016-17માં અહીંથી કુલ 1,94,688 યાત્રીઓએ યાત્રા કરી છે. જોકે 2015-16માં આ આંક 94,828 હતો. સતત વધી રહેલી યાત્રીઓની સંખ્યાને ધ્યાને રાખી વિમાન કંપનીઓ એમની સેવાઓ શરૂ કરીશું.
ચાર્ટર્ડ ફ્લાઇટનું પણ ક્રેઝ વધી રહ્યું છે
સુરત એરપોર્ટ પર અનશેડ્યુલ એટલે કે, ચાર્ટર્ડ વિમાનોનું આવાગમન વધ્યું છે. હીરા અને કાપડ ઉદ્યોગમાં આગળ હોવાને લીધે અહીં ડાયમંડ મર્ચન્ટ, મોટા કાપડના વેપારીઓની અવર જવર થતી હોય છે. એક ઓફિસિયલ ડેટા પ્રમાણે એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન અહીં 2430 ચાર્ટર્ડ વિમાનોનું સંચાલન થયું છે.
10 મહિનામાં ચાર્ટર્ડ વિમાનોની 42.5 ટકા અવર જવર સુરતથી
મહિનો | ફ્લાઇટ |
સેપ્ટેમ્બર | 302 |
ઓક્ટોબર | 267 |
નવેમ્બર | 302 |
ડિસેમ્બર | 302 |
જાન્યુઆરી-2021 | 428 |
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.