શહેરમાં દર 14 કલાકે એક વ્યકિત ઘરકંકાસને કારણે આપઘાત કરી રહી છે, જેમાં 1 વર્ષમાં 619 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 436 પુરુષો અને 183 મહિલાઓએ જીવ ગુમાવતાં પરિવાર વિખેરાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 2929 લોકોએ આપઘાત કર્યા, જેમાં 1607 લોકોએ પારિવારિક સમસ્યાને કારણે જીવન ટૂંકાવ્યું હતું.
દર 14 કલાકે એક વ્યકિત ઘરકંકાસને કારણે આપઘાત
2022માં ઘરકંકાસમાં સૌથી વધુ આપઘાત થયા છે, જેમાં મોબાઇલ ન આપવો, પિયર જવા ન દેવું, ફરવા કે ફિલ્મ જોવા ન લઈ જવું, ખાવામાં મોડું થવું, દીકરી અવતરવી કે નિ:સંતાન હોવું, સાસુ-વહુના ઝઘડા જેવા સામાન્ય કારણોમાં ઘરકંકાસ થતાં લોકો આપઘાત કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 1616 પુરુષ, 517 સ્ત્રીઓએ ફાંસો ખાધો છે, જે આપઘાતમાં સૌથી વધુ છે.
‘સાંજે ઘરના સભ્યો 15-20 મિનિટ ભેગા થઈ ચર્ચા કરે તો જીવનની તમામ સમસ્યાનું નિરાકરણ આવી શકે’
હેલ્પલાઇન : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ તો નં. 79904 75630 (ડો. બાલી ભલાણી) અથવા તો જીવન આસ્થા હેલ્પલાઇન નં. 1800 233 3330 પર ફોન કરી શકો છો.
ઘરસભા આટલી અસરકારક
પ્રમુખસ્વામી મહારાજે ઘર સભાનો અદ્ભુત ઇલાજ આપ્યો છે. રોજ સાંજે કે રાત્રે ઘરના બધા જ સભ્યો 15-20 મિનિટ ભેગા થાય. એકાદ પ્રાર્થના કે ભજન ગાય, પવિત્ર ગ્રંથનું કે મહાપુરુષના જીવનચરિત્રનો પાઠ-વાંચન કરે, તેના પર હળવી ગોષ્ઠિ થાય, ત્યારબાદ ઘરના નાના-મોટા પ્રશ્નોનું સમાધાન થાય તે માટે બે મિનિટ ધૂન થાય. આમાં બાળકો-મહિલાઓ-વડિલો સહિતના જોડાય. આમ કરવાથી બધા વચ્ચે સંવાદિતાનો એક સેતુ બંધાય છે. અમે જોયું છે, આ ઘરસભાથી લાખો પરિવારોમાં સુંદર પરિણામ આવ્યાં છે.
આ ઘરસભાથી લાખો પરિવારોમાં સુંદર પરિણામ આવ્યાં
કેટલાક સાઇકોલોજીસ્ટ -સાઇકિયાટ્રિસ્ટોએ ઊંડા ઊતરીને સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને આશ્ચર્ય થાય છે કે ઘર સભા કઈ રીતે આટલી મોટી ઇફેક્ટ ઉત્પન્ન કરે છે. નિયમિત ઘરસભાથી સ્વભાવમાં પરિવર્તન આવે છે. ઘરમાં શાંતિ થઈ જાય. એકબીજાને સમજવાની દૃષ્ટિ મળે છે. બે પેઢી વચ્ચેનું અંતર ઘટે છે. જિદ્દી બાળકોમાં પરિવર્તન આવે છે. - મહંત સ્વામી મહારાજ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા
આ રીતે સૌથી વધુ લોકોએ જીવન ટૂંકાવ્યાં | ||||
પ્રકાર | 2020 | 2021 | 2022 | |
ફાંસો ખાવાથી | 643 | 761 | 729 | |
ઝેરી પ્રવાહી પીને | 158 | 237 | 210 | |
ડુબી જવાથી | 15 | 20 | 16 | |
ઉંચાઈથી કુદીને | 26 | 25 | 20 |
જીવન ટૂંકાવનારાઓનું વયજૂથ | |||
14 થી 18 વર્ષના | 51 | 62 | 65 |
18 થી 30 વર્ષના | 330 | 425 | 405 |
30 થી 45 વર્ષના | 279 | 340 | 342 |
45 થી 60 વર્ષના | 129 | 160 | 133 |
60થી ઉપરના | 69 | 62 | 55 |
આ કારણોથી લોકોએ જીવ ગુમાવ્યા | |||
કારણો | 2020 | 2021 | 2022 |
પારિવારીક સમસ્યા | 432 | 556 | 619 |
બિમારીથી કંટાળી | 117 | 205 | 217 |
અગમ્ય કારણોથી | 125 | 158 | 46 |
અભ્યાસ સંબંધી કારણો | 41 | 23 | 25 |
કારર્કિદીની સમસ્યા | 25 | 42 | 24 |
સ્ત્રીઓ કરતા પુરુષોમાં પ્રમાણ વધુ | |||
જાતિ | 2020 | 2021 | 2022 |
પુરુષ | 645 | 786 | 705 |
સ્ત્રી | 223 | 272 | 298 |
કુલ | 868 | 1058 | 1003 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.