તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 0.1 Per Cent TDS Will Be Deducted On Purchases Of Rs 50 Lakh From July 1, 5 Per Cent TDS Will Be Levied On Non PAN Card Holders

નવા નિયમ:1 લી જુલાઈથી રૂપિયા 50 લાખની ખરીદી પર 0.1 ટકા ટીડીએસ કપાશે,પાનકાર્ડ નહીં ધરાવનાર પાસેથી 5 ટકા ટીડીએસની વસૂલાત કરાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા નિયમો પ્રમાણે ન ચાલનાર સામે કાર્યવાહી પણ થઈ શકશે. - Divya Bhaskar
નવા નિયમો પ્રમાણે ન ચાલનાર સામે કાર્યવાહી પણ થઈ શકશે.
  • 10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર માટે લાગુ થશે નિયમ

સુરત નાણાકીય વર્ષ દરમિયાન જે વેપારીનું ટર્નઓવર 10 કરોડ અથવા તેનાથી વધુ હોય તેવા તમામ વૈપારીએ 50 લાખની ખરીદી કરવા પર 0.1 ટકા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી કરવામાં આવનાર છે.

વેપારીએ વિભાગમાં જમા કરાવેલા એટલે કે રિટર્નમાં દર્શાવેલા 30 ટકા બિલને માન્યતા આપવામાં આવશે નહીં
વેપારીએ વિભાગમાં જમા કરાવેલા એટલે કે રિટર્નમાં દર્શાવેલા 30 ટકા બિલને માન્યતા આપવામાં આવશે નહીં

પાનકાર્ડ વગરનાના રૂપિયા વધુ જશે
એક જુલાઇ 2021થી ટીડીએસના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવનાર છે. તેના માટે કલમ 194 યુમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી જે વેપારીનું ટર્નઓવર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10 કરોડ અથવા તેના કરતાં વધુ હોય તે વેપારીએ 50 લાખથી વધુની ખરીદી કરતા પહેલા 0.1 ટકા ટીડીએસ કાપીને જમા કરાવવો પડશે. એટલે 50 લાખની ખરીદી પર 500 રૂપિયાનો ટીડીએસ વિભાગમાં ફરિજયાત જમા કરાવવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ નહીં ધરાવનાર વેપારીનું બિલ બનાવતા પહેલા પાંચ ટકા ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જોકે, આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી લાગુ કરવામાં આવે તે પહેલા બાકી રહેલા તમામ બિલની ચુકવણી કરી દેવામાં આવે તો તે પેટે ટીડીએસ કાપવાનો રહેશે નહીં.

10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સમાં જમા કરાવવાનું રહેશે
10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સમાં જમા કરાવવાનું રહેશે

નિયમ પ્રમાણે કાર્યવાહી પણ થશે
10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર પાસે 0.1 ટકા ટીસીએસ (ટેક્સ કલેક્શન સોર્સ) કાપવાનો નિયમ ઓકટોબર 2020 થી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે એક જુલાઇથી ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જોકે વેપારી દ્વારા ટીડીએસ કાપવામાં આવ્યો હોય તો પછી ટીસીએસ કાપવાનો રહેશે નહીં.નિતેશ અગ્રવાલ (સીએ) એ જણાવ્યું હતું કે, 10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સમાં જમા કરાવવામાં નહીં આવે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જેથી વેપારીએ વિભાગમાં જમા કરાવેલા એટલે કે રિટર્નમાં દર્શાવેલા 30 ટકા બિલને માન્યતા આપવામાં આવશે નહીં. તેના લીધે તેનો ટેક્સ વસૂલ કરવામાં આવશે