પરીક્ષામાં ચોરીનું પરિણામ:યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા 300 વિદ્યાર્થીઓને ‘0’ માર્ક્સ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓફલાઇન પરીક્ષામાં સ્કવોડની ટીમે ચોરી પકડી હતી
  • તમામ વિદ્યાર્થીઓને રૂપિયા 500નો દંડ પણ ફટકારાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બીકોમ સહિતના અંડર ગ્રેજ્યુએટના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લીધી હતી. તેવામાં જ ઓફલાઇન પરીક્ષામાં ગેરરીતિ કરતા 300 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કરાયો છે. વિદ્યાર્થીઓ ચોપડી, કાપલી, માઇક્રો ઝેરોક્ષ અને હોલ ટિકિટની પાછળ લખીને આવ્યા હતા. યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે યુનિવર્સિટીએ સ્ક્વોર્ડની ટીમ બનાવી છે.

આ ટીમે સુરત સહિત દક્ષિણ ગુજરાતની કોલેજોમાં જઈ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા હતા. એ જ રીતે ઘણી કોલેજોમાં સુપરવાઇઝરોને પણ વિદ્યાર્થીઓને ગેરરીતિ કરતા પકડયા હતા. 300 જેટલા વિદ્યાર્તીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા અને તે વિદ્યાર્થીનું હિયરિંગ હાથ ધરાયું હતું. જેમાં ગેેરરીતિ કરતા વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા કરતા ઓફલાઇન પરીક્ષામાં ગેરરીતિ ખૂબ જ વધી હોવાની વાત છે. આ વખતે યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાના સોફ્ટવેરમાં ફેરફાર કર્યો છે. જેને કારણે વિદ્યાર્થીઓ ડબલ સ્ક્રીન કરી શકતા નથી કે પછી ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયા સહિતની એપ્લિકેશનમાં જઇ શકતા નથી. જેથી વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરવાની રીત જ બદલી છે.

અન્ય સમાચારો પણ છે...