તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળસંકટ:વાંસદામાં ક્ષતિગ્રસ્ત ચેકડેમમાંથી પાણી વહી ગયું, ખેડૂતો પર જળસંકટ

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોટેશન પ્રમાણે જૂજ ડેમમાંથી પાણી છોડાતા પાકને પાણીની તરસ

વાંસદા સ્મશાન ભૂમિ પાસે આવેલા ચેકડેમ કમ કોઝવે ગત ચોમાસામાં અતિ ભારે વરસાદને લઈ ક્ષતિગ્રસ્ત બનતા આ ચેકડેમ કમ કોઝવેમાં પાણીનો સંગ્રહ નહીં થતા ઉનાળાનો પાક લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. લોકડાઉનના સમયમાં ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વાંસદા સ્મશાનભૂમિ પાસે આવેલા ચેકડેમ કમ કોઝવે ગત ચોમાસામાં અતિભારે વરસાદને લઈ ક્ષતિગ્રસ્ત થયું હતું. આ ચેકડેમ કમ કોઝવે વાંસદા, મોટીભમતી, ચારણવાડા જેવા ગામોના ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ છે. જ્યારે નદી સુકાય ત્યારે જૂજ ડેમમાંથી ઉનાળાના સમયમાં છોડવામાં આવતા પાણીનો આ ચેકડેમ કમ કોઝવેમાં સંગ્રહ થાય અને આ વિસ્તારના ખેડૂતો ઉનાળુ પાક લેવા માટે પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે. આ વર્ષે આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ નહીં થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. લોકડાઉનના સમયે ધંધા-રોજગાર નહીં મળતા ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ રોટેશન પ્રમાણે જૂજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નહેરની સગવડવાળા ખેડૂતો નહેરમાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ચેકડેમ ઉપર નિર્ભર રહેતા ખેડૂતો અને પશુ-પક્ષીઓ માટે ભર ઉનાળે પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો