તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં પ્રથમ:નવસારીનો વિસ્પી તલવાર માર્શલ આર્ટમાં બ્લેકબેલ્ટ, સમગ્ર ભારતમાં પ્રચાર પ્રસાર કરશે

નવસારી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાપાની તલવાર માર્શલ આર્ટમાં ડીગ્રી મેળવી સમગ્ર ભારતમાં પ્રચાર પ્રસાર કરશે

નવસારીમાં રહેતા અને 5 ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારી અને અનેક રેકોર્ડ હોલ્ડર તેમની સિદ્ધિઓમાં નવું સુવર્ણ પિચ્છ ઉમેર્યું છે જેમાં કરાટેનાં દેશ જાપાનમાંથી કઠીન ડીગ્રી મેળવાતી તલવાર માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની પરીક્ષા માર્ચ માસમાં આપી હતી જેમાં પાસ થઈ જતા ભારતનો એક માત્ર ડીગ્રી હોલ્ડર બન્યો હવે તેઓ સમગ્ર ભારતમાં તલવાર માર્શલ આર્ટનો પ્રચાર પ્રસાર કરશે. દૂધમાં સાકરની જેમ ભળી જનાર પારસીકોમેં નવસારીને ઘણું બધું આપ્યું છે અને ઘણી પ્રસીદ્ધીઓ પણ અપાવી છે.જેમાં નવસારીનાં કરાટેવીર વિસ્પી બજી કાસદે પણ કરાટે ક્ષેત્રમાં ઘણો આગળ વધી ગયો છે.હાલ તેઓ કરાટેની રેંશીની ડિગ્રી ધરાવે છે.અને તેઓ કરાટેમાં 5 ગિનીજ વર્લ્ડ રેકોર્ડ ,એક એશિયા બુક અને એક ભારતીય પુસ્તક ઉપર રેકોર્ડ ધરાવે છે,વિસ્પી કાસદ હાલ માર્શલ આર્ટ ની સ્કુલ ચલાવી રહ્યા છે તેઓ જિલ્લાભરની શાળા અને કોલેજોમાં મહિલાઓને સ્વરક્ષણની તાલીમ સરકારના સ્વ રક્ષણનાં પ્રોજેક્ટ હેઠળ આપી રહ્યા છે.

તેઓ એ હજુ આગળ વધી ને કરાટેનાં દેશ જાપાનમાં અતિ કઠીન મનાતી  જાપાની તલવાર માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની પરીક્ષા માર્ચ માસમાં આપી હતી.જે પરીક્ષાનું પરિણામ આવતા વિસ્પી કાસદને  જાપાનની કરાટેની સંસ્થા ઇન્ટરનેશનલ એંશીન ઇત્તોરયું બત્તોજુત્સું એસોસીએશન,નાગોયા ,જાપાન દ્વારા વિસ્પી કાસદને શોડાન .ધ ફર્સ્ટ ડીગ્રી બ્લેક બેલ્ટની ડીગ્રીની પ્રમાણ પત્ર એનાયત કરતા શહેરીજનોમાં આનદની લાગણી અનુભવી રહ્યા છે.જાપાનની સંસ્થાના મુખ્ત સંચાલક સીહાન જુલીઓ ટોરીબીયોએ  વિસ્પી કાસદને સોશ્યલ મીડિયા ઉપર અભીનંદન આપી  આ જાપાની તલવાર માર્શલ આર્ટ નો પ્રચાર પ્રસાર હવે ભારતમાં કરવા માટે જણાવ્યું હતું, ભારતનો વિસ્પી કાસદ તલવાર માર્શલ આર્ટમાં ભારતનો સ્ટાઈલ ચીફ બની ગયો હોવાનું પણ જણાવ્યું હતું.આજે કરાટેએ સ્ રક્ષણ માટે અગત્યનું પણ સાથે તે ક્ષેત્રમાં આગળ વધી પણ શકાય વિસ્પી કાસદ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

પહેલા પ્રયત્નમાં નિષ્ફળ, બીજામાં સફળ 
 જાપાની તલવાર માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની ડીગ્રી લેવી સરળ નથી.આ પરીક્ષામાં પ્રથમવાર હું નિષ્ફળ થયો.પણ બીજીવાર પુનઃ મહેનત કરીને પરીક્ષા આપી હતી જેમાં 108 જેટલી ટેકનીક અને જેટલા સીન આપવાના હતા જેમાં એકમાં પણ ખામી હોયતો પરીક્ષા માં ફેલ ગણાય. ,મહેનત કરી બીજી વાર સફળતા મેળવી છે ,મને ભારતદેશ માં જાપાની તલવાર માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની ડીગ્રી મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છુ.તેનો આંનદ છે. > વિસ્પી કાસદ, જાપાની તલવાર માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની ડીગ્રી  મેળવનાર પ્રથમ ભારતીય,નવસારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો