તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:વિજલપોરમાં બે યુગલના પ્રભુતામાં પગલાં, લોકડાઉનમાં શરતોને આધીન સપ્તપદીના સાત ફેરા

નવસારી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોનાને લીધે લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે.સરકારે 4 લોકોથી વધારે લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે લોકટોળુ ભેગું ન થાય તે માટે લગ્ન પ્રસંગોને પણ  રદ કરવાનો નિર્ણય જિલ્લા તંત્રએ લીધો હતો.જેના કારણે લગ્ન સીઝન હોવાથી કેટલાય લગ્નોને રાડ કરવામાં આવ્યા  હતા. હાલ નવસારી જિલ્લો ઓરેંજ ઝોનમાંથી ગ્રીન ઝોન તરફ જઈ રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ સોશ્યલ ડિસ્ટનસિંગનો ભંગ ન થાય તે રીતે મર્યાદિત વ્યક્તિઓ સાથે લગ્નનું આયોજન કરવામાં માટે મંજૂરી આપી રહ્યા છે.

વિજલપોર શહેરમાં શનેશ્વર નગર અને ઓમ રેસિડેન્સીમાં બે અલગ-અલગ જગ્યાએ લગ્નનનું આયોજન કરાયું હતું. ઓમ રેસિડનસીમાં પાટીલ પરિવારના વર અને વધુએ ગણતરીના પરિવારના સભ્યોની હાજરીમાં  લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. જ્યારે શનેશ્વર નગરમાં સાળુંકે પરિવારના વર-વધુ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. અગાઉ આ બંને પરિવારો દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનને પગલે લગ્ન પ્રસંગ સ્થગિત કરવામાં આવ્યા હતા. હાલ તેઓએ જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી મેળવ્યા બાદ મર્યાદિત સંખ્યામાં લોકોએ હાજર રહી વર-વધુને આશીર્વાદ આપી લગ્ન સંપન્ન કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો