તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેડછા ગામે તળાવમાંથી વિવાદિત જગ્યામાંથી માટી ખોદકામ નહિ કરવા બાબતે ગ્રામ પંચાયતના મહિલા સભ્ય મોહિનીબેન સુરેષભાઈ પટેલે પંચાયતના મહિલા સરપંચ અને તેમના ડેપ્યુટી સરપંચ પતિ સામે વિરોધ નોંધાવ્યો છે. અને ભૂતકાળમાં તા.26-9-2019 ના રોજ ગ્રામ સભામાં ગામ લોકોની હાજરીમાં આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો,આ વિવાદિત તળાવની જમીનમાં ગોવર્ધન મંદિરની સાલગીરી નિમિતે ત્રણ હજાર થી વધુ ભક્તો ભેગા મળીને મહા પ્રસાદ લે છે.
તેમજ બાજુમાં આવેલી સહકારી મંડળીનો સુવર્ણ જ્યંતી મહોત્સવ આ જગ્યા એ જ ઉજવવામાં આવે છે,તેમજ ચોમાસા પછી સૂકાના દિવસોમાં ગામના યુવાનો અને પ્રાથમિક શાળાના બાળકો અહીં રમત ગમતની પ્રવૃત્તિ કરે છે,જેથી આ વિવાદિત જગ્યા માટે અગાઉ કલેકટર કચેરી અને ગાંધીનગર ખાતે પણ વાંધા અરજી કરાઇ હતી. ગ્રામ પંચાયત તરફથી આ જગ્યામાં ખોદકામ કરવા માટે જે તે અરજી કરાઇ હોય અથવા ભવિષ્યમાં કોઈ અરજી આવે તો મહિલા સભ્ય મોહિનીબેન પટેલની વાંધા અરજીને ધ્યાને લઈને તળાવમાં માટી ખોદકામ અંગે કોઈ મંજૂરી ન આપવા માટે નવસારી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.