તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગિરિમથક સાપુતારા સહિત જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારોમાં સોમવારે સાંજે 5 વાગ્યાના અરસામાં મોસમનો મિજાજ બદલતા આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા બાદ કડકા ભડાકા સાથે તૂટી પડેલા કરા સાથેના કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઈ છે. ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત તળેટીના જાખાના, ગલકુંડ, પાંડવા, મોરઝીરા, ડોન વિસ્તારમાં સોમવારે સાંજે 5 વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય જતા ગાજવીજ અને બરફના કરા સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. કમોસમી વરસાદને પગલે શાકભાજી, ડુંગળી અને આંબાવાડી ધરાવતા ખેડૂતોને વ્યાપક નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદને પગલે ગિરિમથકનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.
જોકે આહવા, વઘઇ, કાલીબેલ વિસ્તાર કોરોધાકોર રહેતા વાતાવરણમાં ભેજના કારણે લોકોએ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. માવઠા બાદ સાપુતારાની ગિરિકન્દ્રામાં ઈંદ્ર ધનુસના રંગો પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી કમોસમી વરસાદને પગલે મોટી મુશ્કેલી કે જાનહાનિના અહેવાલ સાંપડી શક્યા ન હતા. શાંત પાણીમાં કરા સાથે વરસાદથી તળાવ અને આસપાસનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.