તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:નવા ગમબુટથી સફાઈ કામદારોના પગમાં છાલા

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત

પાલિકા દ્વારા તાજેતરમાં સફાઈ કર્મીઓને ગમબુટ અપાયા હતા.આ બુટ કર્મચારીઓને પગમાં છાલા પડવાની ફરિયાદને પગલે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી.જોકે પાલિકા દ્વારા બુટ નવા હોય થોડો સમય તકલીફ રહેશે તેમ જણાવીને વિવાદ ઠંડા પાડવાનો પ્રયાસ કર્યો હતો. નવસારીમાં લોકડાઉન હોવા છતાં સમગ્ર શહેરને સાફસફાઈ રાખવાનું  કામ કોરોના વોરીયર્સ એવા સફાઈકર્મીઓ કરી રહ્યા છે હાલ નવસારી નગરપાલિકા દ્વારા 130 જેટલા સફાઈકર્મીઓને નવા ગમ બુટ આપવામાં આવ્યા છે,પણ ટેકનીકલ રીતે આ બુટને કારણે કામ કરતી વેળાએ સફાઈકર્મીઓને પગમાં ગરમી થાય અને તેને પગલે પગમાં છાલા પડવાની ફરિયાદ થતા કોંગ્રેસ દ્વારા આજે બુધવારે ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી તેમાં કર્મચારીઓને સત્વરે નવા બુટ આપવા જણાવ્યું હતું.

કોરોના વોરિયર્સના પગમાં છાલા દુઃખદાયક  
 કોરોના વોરીયર્સ સફાઈકર્મીઓએ પાલિકાએ ગમબુટ આપ્યા છતાં તેઓ સફાઈ કરતી વેળાએ તેમના પગમાં ગમબુટ નજરે ન ચડતા અમે તપાસ કરી. મોટાભાગનાં સફાઈકર્મીઓને અસંતોષ છે કેટલાક સફાઇકર્મિઓના પગમાં છાલા પડવાની માહિતી મળી છે.જેથી અમોએ ચીફ ઓફિસરનેએ ગમ બુટ બદલી આપો અથવા પહેરી શકાય તેવી વ્યવસ્થા કરવા લેખિતમાં જણાવ્યું છે. - ધવલકીર્તિ દેસાઈ, નગરસેવક, વોર્ડ નબર 11

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો