તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Patient Devo Bhava: Despite The Family's Own Trust, The Hostess Has Been Doing Her Duty By Handing Over The Two Children To The Family.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્સ ડે:પરિવાર પોતાના ભરોસે છતાં દર્દી દેવો ભવ:, પરિચારિકા બે બાળકોને પરિવારને સોંપી ફરજ બજાવતી રહી છે

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દોઢ વર્ષ પૂર્વે પતિ ગુમાવનાર એક પરિચારિકા બે બાળકોને પરિવારને સોંપી ફરજ બજાવતી રહી, તો બીજીએ કોરોનાને માત આપી

“મમ્મી હું તારી સાથે ક્યારે સૂઈશ ક્યારે આપણે સાથે ફરવા જઈશું “આવો સવાલ રોજ નવસારી સિવિલ હોસ્પિટલના કોવીડ 19 વિસ્તારમાં નર્સ તરીકે કામ કરતા હેમાબેન પટેલનો દીકરો સોહમ તેમને પૂછે છે. દીકરી રોશનસી અને દીકરો સોહમ દોઢ વર્ષ પેહલા તેમના પિતાનો પડછાયો તો ગુમાવી ચુક્યા છે અને હવે માતા પણ સતત કોરોના દર્દીઓની સારવાર માટે બાળકોને ઘરે વૃદ્ધ માતા પિતાના સહારે મૂકીને જતા રહે છે.અમલસાડથી પોતાની ગાડી ઉપર હેમાબેન દરરોજ પોતાની ફરજ ના ભાગ રૂપે હોસ્પિટલ આવે છે. ઘરે ગયા બાદ પણ બાળકોને પોતાની નજીક આવવા દેતા નથી  અને પોતે પોતાના જ ઘરમાં જાણે કોઈ કેદી  હોય તેમ ઉપરના માળ પર જ અલગ જમવાનું અને અલગ સુવાનું રાખે છે,જેથી પોતાના લાડકવાયાઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખી શકાય.

છેલ્લા 20 વર્ષથી હેમાબેન નર્સ તરીકે કામ કરે છે. પરિવારની જવાબદારીની સાથે સાથે મુખ્ય ફરજ કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર કરીને આત્મ સંતોષ મેળવે છે.પતિના ગુજરી ગયા બાદ માં બાપ અને બે બાળકોની જવાબદારી વચ્ચે સતત ફરજ પર હાજર રહે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં એક નર્સ અને એક માં સાથે મુલાકાત થઇ.અશ્રુભીની આંખે જયારે હેમાબેને એક માં તરીકે પોતાના બાળકો ને મળી ન શકવાનું દુઃખ વ્યક્ત કર્યું

ત્યારે બીજી બાજુ હિમ્મતભેર એક નર્સ તરીકે પોતાની ફરજ માટેની તૈયારી  પણ બતાવી હતી.મક્કમ મનોબળ અને માં ની મમતા આ બંને વચ્ચે હેમાબેન સતત કોરોનાના સૈનિક તરીકેની પોતાની કામગીરીને કરતા જઈને લોકોને કહે છે કે કામ વગર ઘરની બહાર ના નીકળો અને પોતાના પરિવાર સાથે જે સમય મળ્યો છે તેને માણો અમે તમારા માટે જ અમારા બાળકો અને પરિવાર ને એકલા મૂકીને આવી છે ત્યારે જેટલા ઓછા દર્દીઓ હોસ્પિટલમાં આવશે એટલો  જલ્દી આપણો દેશ કોરોનાની મહામારી માંથી દૂર થશે,નર્સ દિવસે આવી નર્સ અને માતાને સલામ છે.જે સમાજ અને લોકો માટે પરિવારને બાજુ મૂકીને પોતાની ફરજને વરેલા છે. પતિની ગેરહાજરીમાં બાળકો અને વૃદ્ધ માતાપિતા પોતાના ભરોસે હોવા છતાં દર્દી દેવો ભવ:નું સૂત્ર સાકાર કરનાર હેમાબેનને સલામ આપવી ઘટે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો